• Home
  • News
  • આતંકીઓના જનાઝામાં ગન સેલ્યુટ આપનારો રિયાઝ નાયકૂ ઠાર મરાયો, તેના માટે 12 લાખ રૂપિયાનું ઈનામ હતું
post

મેથ્સ ટીચર સાથે આતંકી કમાંડર બન્યો નાયકૂ, બિમાર માતાને મળવા પુલવામા ગામે આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 10:57:07

શ્રીનગર : કાશ્મીરમાં આતંકવાદના ટોપ કમાંડર રિયાઝ નાયકૂને સુરક્ષાબળોએ બુધવારે ઠાર માર્યો છે. પુલવામામાં નાયકૂના ગામ બેઘપોરામાં એક એન્કાઉન્ટર દરમિયાન નાયકૂ ઠાર થયો હતો. મંગળવારે તેના ઘરની બહાર ઘેરાબંધી કરાઈ હતી, જ્યાં નાયકૂના છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. જો કે, શરૂઆતમાં ઘેરાબંધી કરવા પર કોઈ પણ પ્રકારનું ફાયરિંગ નહોતું કરાયું. તેમ છતા સુરક્ષા બળોએ ઘેરાબંધી હટાવી ન હતી અને ઓપરેશન આખો દિવસ ચાલ્યું હતું. 

બુધવારે સવારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. નાયકૂ પહેલા ઘરની છત પર બનેલા એક ઠેકાણે સંતાયો હતો. પછી તે સુરક્ષાબળો પર ફાયરિંગ કરતો કરતો નીચે ઉતર્યો હતો.કાશ્મીરના આતંકવાદ વિરુદ્ધ અભિયાન પર આવી સારી એવી અસર થશે. રિયાઝ નાયકૂ કાશ્મીરમાં સૌથી વધારે સમય સુધી સક્રિય રહેનારો આતંકી હતો. તે હિઝબુલ મુઝાહિદ્દીન માટે કામ કરતો હતો. તેને મોસ્ટ વોન્ટેડ આતંકીઓની A++ કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. તેની પર 12 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું.

 બુરહાન વાની પછી નાયકૂ હિઝબુલ કમાંડર બન્યો 
35
વર્ષનો નાયકૂ ગણિત વિષયનો શિક્ષક હતો. પછી તે મોસ્ટ વોન્ટેડ આતંકી કમાંડર બની ગયો. 2016માં બુરહાન વાનીના એન્કાઉન્ટરના તરત પછી નાયકૂ જ હિઝબુલનો કમાંડર બન્યો હતો. બુરહાનની જેમ નાયકૂ પણ આતંકવાદ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. તે કાશ્મીરના પુલવામાનો જ રહેવાસી હતો અને સુરક્ષાબળોના હિટ લિસ્ટમાં પહેલા નંબરે હતો.

બુરહાન વાની અને ઈત્તૂના ઠાર મરાયા બાદ રિયાઝ કમાંડર બન્યો હતો
2016
માં બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ યાસીન ઈત્તૂ ઉર્ફ મહેમૂદ ગજનવી હિઝબુલ કમાંડર બન્યો હતો. ઓગસ્ટ 2017માં 18 કલાક ચાલેલા એક એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ શોપિયામાં ઈત્તૂને ઠાર માર્યો હતો. ત્યારબાદ રિયાઝ તેનો કમાંડર બન્યો હતો. નાયકૂ મોહમ્મદ બિન કાસિમ કોડ નામથી કામ કરી રહ્યો હતો. તે બુરહાન વાનીનો અંગત હતો. 2017માં તે ઘાટીના 12 ટોપ આતંકીઓના લિસ્ટમાં સામેલ હતો. 2018માં સેનાના હિટ લિસ્ટમાં સામેલ 17 આતંકીઓમાં પણ નાયકૂ સામેલ હતો.

નાયકૂ ઘણી વખત એન્કાઉન્ટર દરમિયાન બચી જતો હતો
 
ઘણી વખત નાયકૂ બંદૂક લહેરાવતા આતંકીઓના જનાઝામાં જોવા મળ્યો હતો. તેને સોશિયલ મીડિયા પર લાંબા લાંબા ઓડિયો અને વીડિયો મેસેજ પોસ્ટ પણ કર્યા હતા. આવું પહેલ વખત નથી બન્યું જ્યારે નાયકૂને સેનાએ ઘેર્યો હોય. આ પહેલા તે ઘણી વખત એન્કાઉન્ટરમાં ઘેરાબંદીમાં બચી નીકળ્યો હતો. 

ખેતર અને રેલવે ટ્રેક ખોદીને જોયું કે સુરંગ તો નથી ને
મંગળવાર રાતે ઈન્ટેલિજન્સનું ઈનપુટ હતું. ત્યારબાદથી વિસ્તારની આસપાસ ઘણા ખેતરો રેલવે ટ્રેકનું ખોદકામ કરવામાં આવ્યું હતું. મંગળવાર રાતે એક વાગ્યે સર્ચ ઓપરેશન તો બંધ કરી દેવાયું પણ ઘેરાબંદી હટાવાઈ ન હતી. સવારે 9 વાગ્યે આતંકીઓ તરફ ગોળીબાર શરૂ થયો હતો. 

નાયકૂ તેની બિમાર માતાને મળવા આવ્યો હતો
નાયકૂ તેના ગામમાં બિમાર માતાને મળવા આવ્યો હતો.મળતી માહિતી પ્રમાણે નાયકૂ અમુક લોકો સાથે વાત કરતો હતો અને તેમના સિવાય કોઈ પર પણ વિશ્વાસ કરતો ન હતો. કદાચ એજ કારણ હતું કે તે બચી રહ્યો હતો. તેને ઘણા સ્થાનિક લોકોને આતંકવાદી પ્રવૃતિમાં સંડોવ્યા હતા. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post