• Home
  • News
  • સિદ્ધિ / રોસ ટેલર ન્યૂઝીલેન્ડ માટે હાઈએસ્ટ ટેસ્ટ રન સ્કોરર બન્યો, સ્ટીફન ફ્લેમિંગને પાછળ છોડ્યો
post

ટેલરે 99 ટેસ્ટમાં 45.70ની એવરેજ અને 19 સેન્ચુરીની મદદથી 7174 રન કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 09:41:05

સિડની : રોસ ટેલર સોમવારે ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડનો હાઈએસ્ટ ટેસ્ટ રન સ્કોરર બન્યો હતો. તેણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથા દિવસે ટી પછીના સેશનમાં મીડ-ઓન પર ત્રણ રન લઈને સિદ્ધિ મેળવી હતી. 35 વર્ષીય ટેલરે 99 ટેસ્ટમાં 45.70ની એવરેજ અને 19 સેન્ચુરીની મદદથી 7174 રન કર્યા છેઅગાઉ રેકોર્ડ પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગના નામે હતો. તેણે 1994થી 2008 દરમિયાન 111 ટેસ્ટમાં 7172 રન કર્યા હતા. પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ 6453 ટેસ્ટ રન સાથે સૂચિમાં ત્રીજા સાથેને છે. કેન વિલિયમ્સન 6379 રન સાથે ચોથા અને માર્ટિન ક્રોવ 5444 રન સાથે પાંચમા સ્થાને છે.

 

ટેલર રેકોર્ડ પોતાના નામે કર્યાના પાંચ બોલ પછી પેટ કમિન્સનો શિકાર થયો હતો. 416 રનનો પીછો કરતા કિવિઝ 136 રનમાં ઓલઆઉટ થયું હતું. કાંગારુંએ 279 રને મેચ જીતીને સીરિઝ 3-0થી પોતાના નામે કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post