• Home
  • News
  • સુપર ઓવરમાં બેંગલોર જીત્યું:IPLમાં પહેલીવાર 200+ રન બનાવ્યા છતાં મેચ ટાઇ થઈ, રનચેઝ દરમિયાન મુંબઈએ છેલ્લી 5 ઓવરમાં 89 રન બનાવ્યા
post

રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે એબી ડીવિલિયર્સ સાથે વિરાટ કોહલી સુપર ઓવર રમ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 09:09:04

IPLની 13મી સીઝનની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવ્યું. IPLના ઇતિહાસમાં પહેલીવાર 200+ રન બનાવ્યા છતાં મેચમાં ટાઇ પડી છે. મેચમાં બેંગલોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈને 202 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં મુંબઈ 5 વિકેટે 201 રન જ કરી શક્યું. આ પહેલાં 2015માં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે 191 રન બનાવ્યા હતા. એ મેચ પણ ટાઇ થઈ હતી. ત્યારે પંજાબ સુપર ઓવર જીત્યું હતું.

મુંબઈએ સુપર ઓવરમાં બેંગલોરને 8 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સે સફળતાપૂર્વક ચેઝ કર્યો.

સુપર ઓવરનો રોમાંચ:

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: ટાર્ગેટ 8 રન

·         0.1 જસપ્રીત બુમરાહ ટુ એબી ડીવિલિયર્સ: 1 રન

·         0.2 જસપ્રીત બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન

·         0.3 જસપ્રીત બુમરાહ ટુ એબી ડીવિલિયર્સ: 0 રન

·         0.4 જસપ્રીત બુમરાહ ટુ એબી ડીવિલિયર્સ: 4 રન

·         0.5 જસપ્રીત બુમરાહ ટુ એબી ડીવિલિયર્સ: 1 રન

·         0.6 જસપ્રીત બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન

મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ- 1 ઓવરમાં 1 વિકેટે 7 રન કર્યા

·         0.1 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 1 રન

·         0.2 નવદીપ સૈની ટુ હાર્દિક હાર્દિક: 1 રન

·         0.3 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 0 રન

·         0.4 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 4 રન

·         0.5 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: વિકેટ!

·         0.6 નવદીપ સૈની ટુ હાર્દિક પંડ્યા: 1 રન (બાય)

મુંબઈએ છેલ્લી 5 ઓવરમાં 89 રન બનાવ્યા
મુંબઈએ રનચેઝ દરમિયાન છેલ્લી 5 ઓવરમાં 89 રન બનાવ્યા, જે એક રેકોર્ડ છે. આ પહેલાં ગઈ મેચમાં જ રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 86 રન કર્યા હતા.

સીઝનની બીજી સુપર ઓવર
આ સીઝનની બીજી મેચમાં ટાઇ પડી અને સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું. આ પહેલાં કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનું રિઝલ્ટ પણ સુપર ઓવર દ્વારા આવ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post