• Home
  • News
  • રોમાંચક મેચમાં SAએ 4 રનથી ભારતને હરાવ્યું, દીપક ચાહરની શાનદાર ફિફ્ટી; મિડલ ઓર્ડરની સમસ્યા યથાવત્
post

પંતે કેચ છોડ્યા પછી ડૂસેને ફિફ્ટી ફટકારી, ડિકોક સાથે 144 રનની પાર્ટનરશિપ નોંધાવી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-24 10:34:08

દક્ષિણ આફ્રિકાએ ત્રીજી અને છેલ્લી વનડેમાં ઈન્ડિયન ટીમને રોમાંચક જંગ પછી 4 રનથી હરાવી દીધી છે. ટીમ ઈન્ડિયા સામે 288 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 283 રન જ કરી શકી અને મેચ હારી ગઈ છે. આ હારની સાથે જ વનડે સિરીઝ દરમિયાન આફ્રિકામાં રાહુલ એન્ડ ટીમનો વ્હાઈટ વોશ થઈ ગયો છે. ભારત અહીં ત્રણેય મેચ હારી ગયું છે.

દીપક ચાહરની પ્રશંસનીય ફિફ્ટી
એક સમયે ટીમ ઈન્ડિયાએ 223 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી દીપક ચાહરે 34 બોલમાં 54 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમને મેચમાં વાપસી કરાવી હતી. તેણે જસપ્રિત બુમરાહ સાથે 55 રનની ભાગીદારી નોંધાવી ટીમને જીતવાની વધુ એક આશા આપી હતી. પરંતુ તે 278 રનના સ્કોર પર લોફ્ટેડ શોટ રમવા જતા આઉટ થઈ ગયો અને ત્યારપછી બેક ટુ બેક વિકેટ પડી જતા ભારતીય ટીમ 4 રનથી હારી ગઈ છે.

17મી ઓવરમાં પંતે સરળ કેચ છોડ્યો
કેપટાઉન વનડેની 17મી ઓવરના પહેલા બોલ પર રિષભ પંતે વાન ડેર ડૂસેનનો સરળ કેચ છોડ્યો હતો. જેના પરિણામે વિરાટ કોહલી સહિત કોમેન્ટેટર્સ પણ અકળાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમે ત્રીજી વનડે મેચમાં ધારદાર બોલિંગ કરી આફ્રિકાની 70 રનમાં 3 વિકેટ પાડી દીધી હતી. તેવામાં મિડલ ઓવર્સમાં ફરી એકવાર પંતે કેચ છોડતા ઈન્ડિયન ટીમ મિડલ ઓવર્સમાં વિકેટ લેવા માટે ફાંફાં મારતી જોવા મળી રહી હતી. વળી જીવનદાનનો ફાયદો ઉઠાવી વાન ડેર ડૂસેને ફિફ્ટી પણ ફટકારી અને ડિકોક સાથે 100+ રનની પાર્ટનરશિપ કરી દ.આફ્રિકાને એક સારા સ્કોર સુધી પહોંચવામાં સહાય કરી.

ટીમની હાર પાછળનાં ચર્ચિત કારણો

·         ઈન્ડિયન ટીમ 9 વર્ષ પછી આફ્રિકામાં વન-ડે સિરીઝ હારી જતાં કે.એલ.રાહુલની કેપ્ટનશિપ તથા દ્રવિડની કોચિંગ સામે સવાલો ઊઠી રહ્યા છે.

·         કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે રાહુલ દ્રવિડ ટીમની સાથે યોગ્ય બોન્ડ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે.

·         વિરાટ કોહલી અને બોર્ડ વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર ટીમ પર પડી રહી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

·         ખેલાડીઓ અસમંજસમાં છે અને કેપ્ટન-કોચના પ્લાનને સમજી શકતા નથી.

·         કેપ્ટનશિપમાં અચાનક ફેરફાર થઈ જતાં ટીમ કોમ્બિનેશન અને ખેલાડીઓ ચિંતિત છે.

·         અનુભવી બોલર્સ પહેલાં પાવરપ્લે અને મિડલ ઓવર્સમાં વિકેટ્સ નથી લઈ શકતા

·         મિડલ ઓર્ડરમાં સળંગ બેક ટુ બેક વિકેટ્સ પડતી રહે છે

·         યુવા ખેલાડી પૈકી શ્રેયસ-વેંકટેશ અય્યર પોતાની છાપ પ્રમાણે પ્રદર્શન દાખવી શકતા નથી

 

 

adv

Related News

post
post
post
post
post
post
post