• Home
  • News
  • સાનિયા અને નાદિયાની જોડીએ હોબાર્ટ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી, ચીનની જૈંગ-પૈંગ શુઆઈને હરાવી
post

સાનિયા મિર્ઝાએ કરિયરની 42મી WTA ડબલ્સ જીતી, 2007માં પ્રથમ ટુર્નામેન્ટ જીતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 10:50:00

ટેનિસ કોર્ટ પર 2 વર્ષ બાદ પરત ફરેલી સાનિયા મિર્ઝાએ શનિવારે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટની ડબલ્સમાં જીત મેળવી છે. સાનિયાએ યુક્રેનની નાદિયા કિચેનોકની સાથે ચીનની જૈંગ અને પૈંગ શુઆઈને 6-4, 6-4થી હરાવી. મેચ એક કલાક અને 21 મિનિટ સુધી ચાલી હતી. સાનિયાએ તેના કરિયરની 42મી WTA ડબલ્સ જીતી છે. તેણે પ્રથમ વખત 2007માં અમેરિકાની પાર્ટનરની બૈથની માટેક-સેન્ડસની સાથે બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી હતી


સોનિયા-નાદિયાની જોડીન પ્રાઈસ મની તરીકે 9.5 લાખ રૂપિયા મળ્યા છે. જીતની સાથે તેને 280 રેન્કિંગ પોઈન્ટનો પણ ફાયદો થયો.


સેમીફાઈનલમાં તમારા-બૂજકોવાને હરાવી હતી

વખત ગ્રેન્ડ સ્લેમ જીતનાર સાનિયાએ ઓક્ટોબર 2018માં પુત્રને જન્મ આપ્યો હતો. સાનિયાએ ટુર્નામેન્ટની સેમફાઈનલમાં સ્લોવેનિયાની તમારા જિદાનસેક અને ચેક ગણરાજ્યની મૈરી બૂજકોવાની જોડીને સીધે સેન્ટોમાં 7-6(3), 6-2થી હરાવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post