• Home
  • News
  • સાનિયા મિર્ઝા માત્ર 4 મહિનામાં બની ગઇ ‘પાતળી પરમાર’, ઉતાર્યો 26 કિલો વજન
post

તેણે તસવીર શેર કરતા લખ્યુ છે,”89 કિલોમાંથી 63. દરરોજના ગોળ અને લોંગ ટર્મના ગોળ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 11:33:58

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરમાં સાનિયાનું કંમ્પલેટ ટ્રાંસફોર્મેશન સાફ રીતે જોઇ શકાય છે. તસવીરમાં સાનિયા ખુબ સ્લિમ નજર આવી રહી છે. સાનિયાએ માત્ર 4 મહિનામાં 26 કિલો વજન ઉતાર્યો છે.

તેણે તસવીર શેર કરતા લખ્યુ છે,”89 કિલોમાંથી 63. દરરોજના ગોળ અને લોંગ ટર્મના ગોળએક બેબી થયા બાદ ફરીથી સ્વસ્થ અને ફીટ થવામાં મને મારા લક્ષ્યમાં 4 મહિનાનો સમય લાગ્યો.”

સાનિયા મિર્ઝા ઇજાગ્રસ્ત હોવાના કારણે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના મિક્સ્ડ ડબલ્સ મેચથી બહાર થઇ ગઇ હતી. સાનિયાને ભારતના રોહિત બોનપ્પા સાથે જોડી બનાવી મિક્સ્ડ ડબલ્સમાં ઉતરવાનું હતું, પરંતુ ઇજાના કારણે તેમા ભાગ લઇ શકી નહી

સાનિયાએ તાજેતરમાં હોબાર્ટ ઇન્ટરનેશનલ ટૂર્મામેન્ટથી કોર્ટમાં વાપસી કરી હતી. સાનિયાએ પોતાની પાર્ટનર નાદિયા સાથે મળી હોબાર્ટમાં પુરસ્કાર જીત્યો હતો. ઓક્ટોબર 2018માં તેણે ગર્ભવતી હોવાના કારણે બ્રેક લીધો હતો.