• Home
  • News
  • 61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું
post

સોમવારે જ સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 09:25:20

મુંબઈ: અભિનેતા સંજય દત્ત ફેફસાંના કેન્સરથી પીડિત છે અને આવી માહિતી મળી રહી છે કે કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુકયુ છે. મંગળવારે રાત્રે સંજૂના નજીકના મિત્રએ આ અંગે ખુલાસો કર્યો હતો. સંજયને છેલ્લા બે દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને સતત બેચેનીના લક્ષણો સાથે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જે નેગેટિવ આવ્યો હતો. હવે એવી માહિતી પણ મળી છે કે તેઓ ઈલાજ માટે અમેરિકા રવાના થઈ ગયા છે. આ અગાઉ સંજયે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી ફિલ્મોમાંથી બ્રેક લેવાની માહિતી આપી હતી.

અગાઉ સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાની વાત ફિલ્મ સમિક્ષક કોમલ નાહટાએ કરી હતી. તેણે ટ્વિટ કરીને આ વાત કહી હતી. નાહટા ફિલ્મ ઈન્ફોર્મેશન ડોટ કોમ સાઈટના એડિટર પણ છે. તેણે પોતાની સાઈટ ઉપર પ્રસિદ્ધ કરેલા વિગતોમાં જણાવ્યું છે કે સંજય દત્તને લંગ કેન્સર છે. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ સંજય દત્ત સારવાર માટે અમેરિકા જશે.

સંજય દત્તે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યાના એક દિવસ બાદ સંજય દત્તે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. મંગળવાર સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે આ માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ માટે આ બ્રેક લઈ રહ્યા છે.

પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, 'હાય મિત્રો, હું કેટલીટ મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે, અને હું મારા તમામ શુભેચ્છકોને વિનંતી કરું છું કે તેઓ જરાય ચિંતા ન કરે અને બિનજરૂરી ચિંતા કે અફવાઓ પર ધ્યાન ન આપે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું જલ્દીથી પાછો ફરીશ. '

ફેફસાના કેન્સરનું સ્ટેજ-3 કેટલો જોખમી છે
અહેવાલ પ્રમાણે સંજય દત્ત લંગ કેન્સરના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, જે જીવલેણ માનવામાં આવે છે. ડોક્ટરોના મતે લંગ કેન્સર બે પ્રકારના હોય છે- સ્મોલ સેલ કેન્સર અને નોન સ્મોલ સેલ કેન્સર. સ્મોલ સેલ લંગ કેન્સર ઝડપથી ફેલાય છે, જ્યારે નોન સ્મોલ સેલ લંગ કેન્સર ઓછી ઝડપથી ફેલાય છે.

અર્લી સ્ટેજ-આ સ્ટેજમાં કેન્સરની શરૂઆત થાય છે. આ સમયે શરીરના કોઈ એક અંગમાં અનેક કોશિકાઓ બમણી ઝડપથી વધવાની શરૂઆત કરે છે. આ સ્ટેજમાં ઓપરેશનથી એક લંગ અથવા તે હિસ્સો હટાવી દેવામાં આવે છે. જેમાં કેન્સરના લક્ષણ જોવા મળે છે.

ઈન્ટરમીડિએટ સ્ટેજ- જ્યારે કેન્સર સેલ શરીરના અંગથી બીજા અંગમાં ફેલાવા લાગે છેઆ સ્ટેજમાં કીમોથેરાપી, રેડિયોથેરાપી સાથે ઓપરેશનની જરૂર પડે છે.એડવાન્સ સ્ટેજ- જ્યારે શરીરના બીજા હિસ્સામાં કેન્સરની કોશિકાઓ સંપૂર્ણપણે ફેલાઈ જાય છે. આ સ્ટેજમાં દર્દીને ઠીક થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. પણ એડવાન્સ કીમોથેરાપીથી લાંબા સમય સુધી ઈલાજ ચાલી શકે છે.

એડવાન્સ સ્ટેજ- જ્યારે શરીરના અન્ય ભાગોમાં કેન્સરની કોશિકાઓ સંપૂર્ણપણે ફેલાઈ જાય છે. આ સ્ટેજમાં દર્દીને સારું થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, પણ એડવાન્સ કીમોથેરાપીથી લાંબા સમય સુધી ઈલાજ ચાલી શકે છે.

એક દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા મળી હતી
એક દિવસ પહેલા સંજયને સોમવારે હોસ્પિટલમાંથી રજા મળી હતી. 61 વર્ષીય સંજય દત્તને આઠ ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ અહીં તેમનો કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

પ્રથમ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો
શનિવાર, આઠ ઓગસ્ટના રોજ સંજય દત્ત હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ PCR માટે સ્વૉબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઓક્સિજન લેવલ ઓછું હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ગભરાટ થતી હતી.

સંજયે ટ્વિટર પર હેલ્થ અપડેટ આપી હતી
સંજયે ટ્વિટર પર લખ્યું હતું, હું તમને બધાને જણાવવા માગું છું કે હું એકદમ સ્વસ્થ છું. હાલ મેડિકલ દેખરેખ હેઠળ છું અને મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોકટર્સ, નર્સ અને સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘરે આવી જઈશ. તમારા બધાની પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર.

સંજયને કોઈ સમસ્યા નથી
રવિવારે સંજયના નજીકના મિત્ર અને ફિલ્મ ડાયરેક્ટર અજય અરોરા ઉર્ફ બિટ્ટુએ જણાવ્યું હતું કે, 'સંજયને કોઈ મોટી સમસ્યા નથી.બદલાતા હવામાનને કારણે તેણે થોડીક તકલીફ થઈ હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેણે વિચાર્યું કે બાકીના ટેસ્ટ પણ કરાવી લેવા જોઈએ. જો કે, તેમને કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો છે'.

સંજય દત્તની અપકમિંગ ફિલ્મ 'સડક -2' 28 ઓગસ્ટે OTT પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post