• Home
  • News
  • ક્રિકેટ / ઇંગ્લેન્ડ કેપટાઉનમાં 63 વર્ષ પછી ટેસ્ટ જીત્યું, બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને 189 રને હરાવ્યું
post

ચાર ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર, ત્રીજી ટેસ્ટ 16 જાન્યુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 09:38:15

કેપટાઉન : ઇંગ્લેન્ડે કેપટાઉન ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાને 189 રને હરાવ્યું હતું. 438 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં 248 રનમાં ઓલઆઉટ થયું હતું. મહેમાન ટીમે 63 વર્ષ પછી કેપટાઉનમાં ટેસ્ટ જીતી હતી. પહેલા ઇંગ્લેન્ડ 1957માં 312 રને જીત્યું હતું. મેચમાં કુલ 119 રન કરનાર અને ત્રણ વિકેટ ઝડપનાર બેન સ્ટોક્સ મેન ઓફ મેચ બન્યો હતો. ચાર ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ 16 જાન્યુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં રમાશે.


મેચના અંતિમ એક કલાકમાં બેન સ્ટોક્સે 14 બોલના ગાળામાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે પ્રિટોરિયસ (0), નોર્ટજે (0) અને ફિલેન્ડર (8)ને આઉટ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની અંતિમ વિકેટ ત્યારે પડી જયારે મેચમાં 8.2 ઓવર બાકી હતી.


પીટર મલાને ડેબ્યુ ટેસ્ટમાં 369 મિનિટ બેટિંગ કરી : 
દક્ષિણ આફ્રિકાએ 126/2થી દિવસની શરૂઆત કરી હતી. ટી સુધીમાં દક્ષિણ આફ્રિકાની માત્ર પાંચ વિકેટ પડી હતી. ઓપનર પીટર મલાન એક છેડો સાચવીને ઉભો હતો. તેણે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં 369 મિનિટ બેટિંગ કરી હતી અને દરમિયાન 299 બોલમાં 84 રન કર્યા હતા.


અંતિમ ત્રણ બેટ્સમેન 11 રનમાં આઉટ થયા :
અંતિમ સેશનમાં ઇંગ્લેન્ડને મેચ જીતવા 31 ઓવરમાં પાંચ વિકેટની જરૂર હતી. કવિન્ટન ડી કોક અને વાન ડર ડુસેન બેટિંગ કરી રહ્યા હતા. ટીમનો સ્કોર 237 હતો ત્યારે ડુસેન અને ડી કોક બંને આઉટ થયા હતા. તે પછી અંતિમ ત્રણ બેટ્સમેન 11 રન જોડી શક્યા હતા. બેન સ્ટોક્સે જીત પછી કહ્યું કે, એટલે કહ્યું છું કે, ટેસ્ટ મેચ 5 દિવસની રહેશે. પ્રકારની મેચ ભૂલી શકાય નહીં. અમને નહીં, દક્ષિણ આફ્રિકાને પણ ઐતિહાસિક ટેસ્ટ વર્ષો સુધી યાદ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post