• Home
  • News
  • સેન્સેક્સ 162 અંક ઘટ્યો, નિફ્ટી 9300ની નીચે; HUL, ONGCના શેર ઘટ્યા
post

એચુયએલ, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ સહિતના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 12:08:33

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 162 અંક ઘટીને 31467 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 44 અંક ઘટીને 9226 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એચુયએલ, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ અને પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચયુએલ 3.98 ટકા ઘટી 1929.25 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 3.47 ટકા ઘટી 76.50 પર કારોબાર કરી રહ્યો છે.
એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, એક્સિસ બેન્ક અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એચસીએલ 2.66 ટકા વધી 533.40 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 1.84 ટકા વધી 395.50 પર કારોબાર કરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post