• Home
  • News
  • સેન્સેક્સ 700 અંક વધ્યો, નિફ્ટીએ 9000ની સપાટી વટાવી; સન ફાર્મા, એક્સિસ બેન્કના શેરમાં વધારો
post

એક્સિસ બેન્ક, સન ફાર્મા, HUL, NTPCના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:39:24

મુંબઈ. સપ્તાહના ત્રીજા દિવસે આજે શેરબજારમાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 700 અંક વધી 31442 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 220 અંક વધી 9215 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર સનફાર્મા, એક્સિસ બેન્ક, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચયુએલ પર તેજી જોવા મળી રહી છે. જોકે કોટક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી, ઓએનજીસી અને ટાઈટન કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમેરિકાના બજાર વધારા સાથે બંધ 

અમેરિકાના બજારની સાથે વિશ્વના ઘણા બજાર મંગળવારે વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 2.39 ટકાના વધારા સાથે 558.99 અંક વધી 23,949.80 પર બંધ થયો હતો. અમેરિકાનું બીજું બજાર નેસ્ડેક 3.95 ટકા વધારા સાથે 323.31 અંક વધી 8515.74 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 3.06 ટકા વધારા સાથે 84.43 અંક વધી 2,846.06 પર બંધ થયો હતો. જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.35 ટકા વધારા સાથે 9.92 ટકા ઘટીને 2,817.36 પર બંધ થયો હતો.

3 મે સુધી વધારવામાં આવ્યું લોકડાઉન
લોકડાઉનને બીજા 19 દિવસ માટે વધારવામાં આવ્યું છે. હવે તે 3 મે સુધી ચાલશે. અગાઉ એપ્રિલ 30 સુધી લોકડાઉનને લંબાવવામાં આવશે તેવી ચર્ચા હતી. તેની પાછળનું કારણ એ છે કે 1 મેના રોજ મજૂર દિવસની રજા છે, 2 અને 3ના રોજ શનિવાર-રવિવાર છે. 20 એપ્રિલથી કેટલીક જરૂરી ચીજોમાં થોડી છુટ આપવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post