• Home
  • News
  • કંગનાની મુશ્કેલીમાં વધારો:શિવસેનાની કંગના વિરુદ્ધ થાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, BMCએ કંગનાની ઓફિસની બહાર ગેરકાયદેસર બાંધકામની નોટિસ લગાડી
post

કંગના નવ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રે આપેલી Y કેટેગરી સિક્યોરિટી સાથે મુંબઈ આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-08 12:34:35

શિવસેનાના IT સેલે કંગના રનૌત વિરુદ્ધ થાનેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. IT સેલે ડિમાન્ડ કરી છે કે કંગના પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે, કારણ કે તેણે મુંબઈની તુલના PoK સાથે કરી હતી. આ અંગે કાયદા નિષ્ણાતનો અભિપ્રાય લેવામાં આવશે. તો બીજી બાજુ BMCએ કંગનાની ઓફિસની બહાર ગેરકાયદેસર નિર્માણની નોટિસ લગાડી છે. કંગનાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

કંગના નવ સપ્ટેમ્બરના રોજ Y કેટેગરીની સુરક્ષા સાથે મુંબઈ આવશે. આ દરમિયાન BMCએ કહ્યું હતું કે કંગનાને સાત કે 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે. જોકે, તે સાત દિવસની અંદર જ પાછા જવાની ટિકિટ બતાવે છે તો તેને ક્વૉરન્ટીનના નિયમાં છૂટ મળી શકે છે. કોરોનાના વધતા કેસોને કારણે BMCના નિયમ પ્રમાણે ફ્લાઈટથી મુંબઈ આવતા લોકોએ સાત દિવસ ક્વૉરન્ટીન થવું જરૂરી છે.

સોમવારે કંગનાની ઓફિસમાં દરોડા પડ્યા
કંગનાએ થોડાં દિવસ પહેલાં એક ટ્વીટમાં મુંબઈની તુલના PoK સાથે કરી હતી. ત્યારબાદ શિવસેના સતત એક્ટ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી રહ્યું છે. કંગનાએ ગયા અઠવાડિયે એક વીડિયો શૅર કરીને શિવસેના તેને ધમકી આપે છે, તેવો આક્ષેપ કર્યો હતો. સાત સપ્ટેમ્બરના રોજ કંગનાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ BMCએ કંગનાની પ્રોડક્શન કંપનીની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. કંગનાએ સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post