• Home
  • News
  • ડ્રેસિંગ રૂમમાં બોલ્યા કોચ- શુભમનની ઈનિંગ મહાન, પૂજારા અલ્ટિમેટ વૉરિયર અને ઋષભની બેટિંગ હાર્ટ-અટેક લાવે છે
post

રહાણેએ કહ્યું - સારું ક્રિકેટ રમવું એ લક્ષ્ય હતું, જીત કે હાર નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 12:43:24

ગાબામાં જીતનાર ટીમ ઈન્ડિયાની દેશ અને દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. કોઈ એવું નથી કે આ જીતની પ્રશંસા ન કરી રહ્યું હોય તો પછી ટીમના કોચ રવિ શાસ્ત્રી કેવી રીતે પાછળ રહી જાય. તેમણે ડ્રેસિંગ રૂમમાં દિલ ખોલીને ખેલાડીઓને અભિનંદન આપ્યાં. શરૂઆત ભાવુક રહી, પણ ઋષભની બેટિંગ આવતાં સુધીમાં માહોલ હળવો થઈ ગયો. તેમણે અજિંક્ય રહાણેની કેપ્ટનશિપની પ્રશંસા કરી તો શુભમનની ફિફ્ટીને ગ્રેટ ગણાવી. પૂજારાને અલ્ટિમેટ વૉરિયરનો ખિતાબ આપ્યો તો ઋષભને કહ્યું કે તારી બેટિંગ હાર્ટ-અટેક લાવે છે. વાંચો, ટીમ ઈન્ડિયાની જીત પર કોચે કોની પ્રશંસામાં શું કહ્યું...

તમે એકવાર પણ ન ઝૂક્યા
મેચ પછી શાસ્ત્રી સમગ્ર ટીમ સાથે ડ્રેસિંગ રૂમમાં હતા. તેમણે કહ્યું, ‘મારી આંખોમાં આંસું છે. તમે લોકોએ જે હિંમત, મજબૂતી અને ઝનૂન બતાવ્યાં એ અવિશ્વસનીય છે. તમે એકવાર પણ ન ઝૂક્યા. ઈજા હોય કે પછી 36 રને ઓલઆઉટ થઈ ગયા હોવ. એવામાં તમારે ખુદ પર ભરોસો રાખવાનો હતો. આવું રાતોરાત બનતું નથી, એના માટે એક લાંબો સમય લાગી જાય છે. જ્યારે તમારી પાસે આત્મવિશ્વાસ આવ્યો તો તમે જોયું કે એક ટીમ તરીકે તમે શું કરી શકો છો.

આ ક્ષણનો આનંદ ઉઠાવો
ટીમ ઈન્ડિયાના કોચે કહ્યું, ‘આજે ભારત અને સમગ્ર દુનિયા તમને સલામ કરી રહી છે. યાદ રાખો, જે તમે આજે કર્યું છે એનો આનંદ ઉઠાવો. આ ક્ષણનો જેટલો આનંદ ઉઠાવી શકો છો એટલો ઉઠાવો. તમે તમામ યંગસ્ટર્સ, ટીમ સ્ટાફ બધા ઉત્કૃષ્ટ છો. સિલસિલો મેલબર્નમાં શરૂ થયો, સિડની શાનદાર રહ્યું તો તમે ગાબામાં જ્યારે આવ્યા તો સિરીઝ બરાબરી પર હતી. આપે આજે જે હાંસલ કર્યું છે એ આઉટસ્ટેન્ડિંગ છે.

ડેબ્યુ કરનારાઓને ભૂલી ન શકું
એના પછી તેમણે પ્લેયર્સની પ્રશંસા કરી. તેમણે શુભમનને કહ્યું કે તારી ઈનિંગ મહાન છે. ચેતેશ્વર, તું અલ્ટિમેટ વૉરિયર છો. ઋષભ તું આઉટસ્ટેન્ડિંગ રહ્યો. તું તારી બેટિંગથી અનેક લોકોને હાર્ટ-અટેક લાવી દે છે, પણ જે કર્યું એ શાનદાર છે. અજિંક્ય આપણે જે સ્થિતિમાં હતા અને જ્યાંથી તેં ટીમને લીડ કરી, તેમને એવા બનાવ્યા કે તેઓ પુનઃ એન્ટ્રી કરી શકે, એ ઉત્તમ છે. હું ડેબ્યુ કરનારા ત્રણ ખેલાડીને પણ ન ભૂલી શકું. નટરાજન, શાર્દૂલ અને વોશિંગ્ટન, આ ક્ષણનો આનંદ ઉઠાવો.

રહાણેએ કહ્યું - સારું ક્રિકેટ રમવું એ લક્ષ્ય હતું, જીત કે હાર નહીં
ટીમ ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણેએ આ જીત અંગે કહ્યું હતું કે દેશનું નેતૃત્વ કરવું ગર્વની વાત છે. આ માત્ર મારા માટે નહીં, પરંતુ ટીમ અંગે છે. દરેકે પોતાનું યોગદાન આપ્યું, તેથી ઉત્તમ દેખાઈ રહ્યું છું. અમારા માટે મેદાન પર ભૂમિકા ભજવવી, લડવાનું ઝનૂન બતાવવું જરૂરી હતું. એડિલેડ ટેસ્ટ પછી ઘણી ચીજો મુશ્કેલ હતી. અમારે લડવાનું ઝનૂન બતાવવાનું હતું. અમે પરિણામો વિશે વધુ વિચારતા નહોતા. અમે માત્ર સારું ક્રિકેટ રમવા માગતા હતા. સ્ક્વોડમાં સામેલ દરેકનો આભાર, સપોર્ટ સ્ટાફનો પણ આભાર.

 

adv

Related News

post
post
post
post
post
post
post