• Home
  • News
  • શ્રીલંકાએ CWC ક્વોલિફાયર જીત્યું:ફાઈનલમાં નેધરલેન્ડ્સને 128 રનથી હરાવ્યું, થિક્સાનાએ 3 વિકેટ લીધી; સીન વિલિયમ્સ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ
post

ડચ ટીમની અડધી ટીમ 41 રનમાં પેવેલિયન પરત ફરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:12:23

હરારે: શ્રીલંકાએ વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023 જીતી લીધું છે. ટીમે ફાઈનલમાં નેધરલેન્ડ્સને 128 રનથી હરાવ્યું હતું, જોકે, 1996ની ચેમ્પિયન શ્રીલંકાએ પહેલેથી જ વર્લ્ડ કપની ટિકિટ મેળવી લીધી હતી. મહિશ થિક્સાના આ જીતનો હીરો હતો. તેણે 18 રનમાં 3 વિકેટ લીધી હતી. થિક્સાના મેન ઓફ ધ મેચ જ્યારે 600 રન સાથે 3 વિકેટ લેનાર સીન વિલિયમ્સ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.

રવિવારે હરારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગમાં ઉતાર્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 233 રન બનાવ્યા હતા. 234 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમ 105 રનમાં સમેટાઈ ગઈ હતી.

શ્રીલંકા માટે ખરાબ શરૂઆત
શ્રીલંકન ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 39 રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઓપનર સદીરા સમરવિક્રમા 23 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ બીજો ઓપનર પથુમ નિસાંકા પણ 44 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો.

મેન્ડિસ-આર્ચિગેની અડધી સદીની ભાગીદારી
અહીંથી કુસલ મેન્ડિસ અને સહન અર્ચિગેએ શ્રીલંકાના દાવને સંભાળ્યો. બંનેએ ચોથી વિકેટ માટે 75 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. સહન અર્ચિગેએ સૌથી વધુ 57 અને કુસલ મેડલે 43 રન બનાવ્યા હતા. આ સિવાય વાનિન્દુ હસરંગાએ 29 અને પથુમ નિસાંકાએ 23 રનનું યોગદાન આપ્યું હતું.
નેધરલેન્ડ્સ તરફથી વેન બીક, રેયાન ક્લેઈન, વિક્રમજીત સિંહ અને સાકિબ ઝુલ્ફિકરે બે-બે વિકેટ લીધી હતી. આર્યન દત્તને એક સફળતા મળી હતી.

ડચ ટીમની અડધી ટીમ 41 રનમાં પેવેલિયન પરત ફરી હતી
234
રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની પણ શરૂઆત પણ સારી રહી ન હતી. નેધરલેન્ડ્સની અડધી ટીમ 41 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ડચ ટીમની પ્રથમ વિકેટ 25 રનમાં પડી હતી. તે પછી નેધરલેન્ડ્સે બીજી વિકેટ 31 રનમાં, ત્રીજી વિકેટ 32 રનમાં અને ચોથી વિકેટ 39 રનમાં ગુમાવી હતી.

નેધરલેન્ડ્સ તરફથી મેક્સ ઓડાડે સૌથી વધુ 33, લોગાન વેન બીકે 20 અને વિક્રમજીત સિંહે 13 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય દસના આંકડાને કોઈ સ્પર્શી શક્યું નથી. શ્રીલંકા તરફથી મહિશ થિક્સાનાએ 6.3 ઓવરમાં 31 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે દિલશાન મદુશંકાએ 7 ઓવરમાં 38 રન આપીને 3 અને વાનિન્દુ હસરંગાએ 7 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post