• Home
  • News
  • બ્રિટનમાં કોરોનાની રસીનું સફળ પરીક્ષણ, સપ્ટેમ્બર સુધીમાં રસી તૈયાર થશે એવો ઓક્સફર્ડના સંશોધકોને વિશ્વાસ
post

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પરીક્ષણમાં રસીના કારણે માનવ શરીરમાં કોરોના સામે પ્રતિકારક ક્ષમતા વધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 09:28:30

લંડન: બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી એસ્ટ્રા ઝેનેકા કોરોના વાઇરસ વેક્સિનને પ્રથમ માનવ પરીક્ષણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ અગાઉ અમેરિકાની મોડેરેના વેક્સિનને પણ માનવ પરીક્ષણમાં સફળતા મળી હતી. ઓક્સફર્ડની રસીની મદદથી વોલેન્ટીયર્સમાં વાઇરસ વિરુદ્ધ પ્રતિરોધ ક્ષમતા વધારી શકાઈ હતી. 

વિજ્ઞાનીઓએ આ રસી સંપૂર્ણ સફળ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો બાકીની પ્રક્રિયા સફળ રહી તો સપ્ટેમ્બર સુધીમાં રસી તૈયાર થઈ જશે. ઓક્સફર્ડની વેક્સિનનું ઉત્પાદન એસ્ટ્રા ઝેનેકા કંપની દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષણ વિશે વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત મેગેઝીન લાન્સેટમાં વિગતવાર અહેવાલ છપાશે. તેની ટ્રાયલ 15 વૉલેન્ટીયર પર કરવામાં આવી હતી. 

ઓક્સફર્ડના વિજ્ઞાનીઓએ દાવો કર્યો હતો કે વોલેન્ટીયરોના શરીરમાં એન્ટી બોડી તથા વ્હાઇટ બ્લડ સેલ્સ વિકસીત કરી શકાયા હતા. જેના લીધે જો શરીર કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો રોગ પ્રતિકારક ક્ષમતા વિકસીત થાય છે. આ વેક્સિનનું હજી હજારો લોકો પર પરીક્ષણ થશે. બ્રિટનના 8 હજાર તથા દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના 6 હજાર લોકો પરીક્ષણમાં સામેલ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post