• Home
  • News
  • અદાણી મામલે સુપ્રીમે ફોર્બ્સના રિપોર્ટને અવગણ્યો:CJIએ કહ્યું, અમે આને રેકોર્ડમાં નહીં લઈએ, જાણો ફોર્બ્સના રિપોર્ટમાં શું કહેવાયું છે?
post

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ 54 વખત આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 17:57:04

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે ફોર્બ્સ દ્વારા ગૌતમ અદાણી જૂથ પર પ્રકાશિત કરાયેલા અહેવાલને રેકોર્ડ પર લેવાનો ઇનકાર કર્યો હતો. અરજદારોમાંથી એક ડો. જયા ઠાકુર તરફથી વકીલ વરુણ ઠાકુરે હાજર રહીને બેંચ સમક્ષ અહેવાલને રેકોર્ડ પર લેવાની વિનંતી કરીને કહ્યું કે, આને પછીથી પબ્લિશ કરવામાં આવ્યો હતો. CJI ચંદ્રચૂડે કહ્યું, 'ના ના, અમે આને રેકોર્ડ પર નહીં લઈએ'.

આ કેસ ચાલે છે ત્યારે અમે તમને ફોર્બ્સના એ રિપોર્ટ વિશે જણાવીએ છીએ...

હિંડનબર્ગ રિપોર્ટમાં ગૌતમ અદાણીનું નામ 54 વાર
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ 54 વખત આવ્યું હતું. જ્યારે ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીનો 151 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે કે ગૌતમ અદાણીના નામ કરતાં 97 વખત વધારે. જાન્યુઆરીમાં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલમાં અદાણી ગ્રુપ પર એકાઉન્ટિંગમાં છેતરપિંડી અને સ્ટોકમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

શેલ કંપનીઓને મેનેજ કરે છે વિનોદ અદાણી
હિન્ડનબર્ગના અહેવાલ મુજબ વિનોદ અદાણી વિદેશમાં શેલ કંપનીઓનું સંચાલન કરે છે. તેમના દ્વારા ભારતમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ અને ખાનગી કંપનીઓમાં અબજો ડોલર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આનાથી અદાણી જૂથને કાયદાથી બચવામાં મદદ મળી. હકીકતમાં ભારતીય કાયદામાં કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછા 25% શેરહોલ્ડિંગ પબ્લિક એટલે કે નોન-ઇન્સાઇડર હોવા જોઈએ.

વિનોદ અદાણી ગ્રુપમાં મેનેજરિયલ પોઝિશન પર નથી
અદાણી ગ્રુપે તેના ચેરમેનના ભાઈ સાથે આવા કોઈ જોડાણનો ઈન્કાર કર્યો છે. 29 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગને આપેલા તેના 413 પાનાના જવાબમાં કંપનીએ લખ્યું હતું કે, વિનોદ અદાણીની કોઈપણ લિસ્ટેડ કંપની અથવા તેની પેટાકંપનીઓમાં કોઈ મેનેજરિયલ હોદ્દો ધરાવતા નથી.

ઓફશોર ફંડ મારફત અડાણી ગ્રુપને ફાયદો અપાવ્યો
અદાણી ગ્રુપે કહ્યું કે તેણે તમામ સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ જાહેર કર્યા છે. જો કે, ફોર્બ્સે વિનોદ અદાણીના ઓફશોર ફંડનો ઉપયોગ કરીને અદાણી જૂથને ફાયદો કરાવતા કેટલાક અન રિપોર્ટેડ ટ્રાન્ઝેક્શનની ઓળખ કરી છે. આ ટ્રાન્ઝેક્શન હિંડનબર્ગના અદાણી ગ્રુપના એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોને વધુ મજબૂત બનાવે છે.

રિયલ પપેટ માસ્ટર છે વિનોદ અદાણી
ઓસ્ટ્રેલિયા સ્થિત એનાલિસિસ ફર્મ ક્લાઈમેટ એનર્જી ફાઇનાન્સના ડિરેક્ટર ટિમ બકલે કહે છે, મને હંમેશાં લાગતું હતું કે આ એક ભાગીદારી છે. ગૌતમ ફ્રેન્ડલી પબ્લિક ફેસ છે, અને વિનોદ પ્રાઈવેટ ટેક્સ હેવનમાં માસ્ટરમાઇન્ડ, રિયલ પપેટ માસ્ટર છે. ટિમ બકલે અદાણી જૂથ અને ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો ડેવલપ કરવાના પ્લાનનો સ્ટડી કરે છે.

સિમેન્ટ ઉદ્યોગ ખરીદવામાં વિનોદે મદદ કરી
અદાણી ગ્રુપ સાથે વિનોદના કેટલાક સોદા બધાની સામે છે. અંબુજા દ્વારા જાહેર કરાયેલી ફાઇલિંગ અનુસાર, વિનોદની એક કંપની એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, સ્વિસ ફર્મ હોલ્સિમ દ્વારા ભારતીય સિમેન્ટ કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને એસીસી લિમિટેડના10.5 બિલિયન ડોલરના સંપાદન માટે અદાણી ગ્રુપના એક્વિઝિશન વ્હીકલ તરીકે કામ કર્યું. આ સોદાથી અદાણી ગ્રુપ ભારતની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગયું.

કેટલાક ટ્રાન્ઝેક્શન વધારે સ્પષ્ટ નથી
પિનેકલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એ સિંગાપોરની કંપની છે જે પરોક્ષ રીતે વિનોદ દ્વારા નિયંત્રિત છે. 2020માં પિનેકલે રશિયાની VTB બેંક સાથે લોન કરાર કર્યો. એપ્રિલ 2021 સુધીમાં પિનેકલે 263 મિલિયન ડોલર ઉધાર લીધા હતા અને અનનેમ્ડ રિલેટેડ પાર્ટીને 258 મિલિયન ડોલર ઉધાર આપ્યા હતા.

સિંગાપોર ફાઇલિંગ અનુસાર, તે વર્ષ પછી, પિનેકલે લોન માટે બાંયધરી આપનાર તરીકે બે ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ-એફ્રો એશિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિ. અને વર્લ્ડવાઇડ ઇમર્જિંગ માર્કેટ હોલ્ડિંગ લિ.- ઓફર કર્યા. એવું લાગે છે કે વિનોદ અદાણી જૂન 2020 અને ઓગસ્ટ 2022 ના ભારતીય સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ મોરેશિયસ સ્થિત એક્રોપોલિસ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના માલિક વિનોદ છે. એક્રોપોલિસ પાસે વર્લ્ડ વાઇડ ઇમર્જિંગ માર્કેટની 100% ભાગીદારી છે.

એફ્રો એશિયા ટ્રેડ અને વર્લ્ડવાઈડ બંને અદાણી ગ્રુપના મુખ્ય શેરધારકો છે. બંને ફંડ્સ પાસે અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરમાં 4 બિલિયન ડોલર (ફેબ્રુઆરી 16ના બજાર ભાવ મુજબ)નો સ્ટોક છે. આ તમામ ભંડોળને "પ્રમોટર" સંસ્થાઓના રૂપમાં એકનોલેજ કરે છે. ઈન્વેસ્ટમેન્ટ ટ્રેકિંગ વેબસાઈટ ટ્રેન્ડલાઈનના જણાવ્યા અનુસાર, એફ્રો એશિયા ટ્રેડ અને વર્લ્ડ પાસે અન્ય કોઈ સિક્યોરિટીઝ નથી. આનો અર્થ એ થયો કે પિનેકલની લોન અદાણી કંપનીના ફંડ દ્વારા રાખવામાં આવેલા શેર દ્વારા સિક્યોર છે. ફોર્બ્સના તારણોની સમીક્ષા કરનાર ભારતીય સિક્યોરિટીઝ નિષ્ણાતે જણાવ્યું હતું કે, "અદાણીમાં રોકાણ કરેલા ફન્ડ પર તમે પૈસા ઉધાર લઈ રહ્યા છો.''

ગૌતમ અદાણી પબ્લિક ફેસ, વિનોદ લો પ્રોફાઈલ
ગૌતમ અદાણી પબ્લિક ફેસ છે, જ્યારે વિનોદ લો પ્રોફાઇલ રહે છે. તે સિંગાપોરના કાયમી નિવાસી છે. વિનોદને ઘણા નામથી ઓળખવામાં આવે છે. જેમાં વિનોદ શાંતિલાલ શાહ પણ સામેલ છે. તેમનો જન્મદિવસ પણ એક મિસ્ટ્રી છે. જો કે વિનોદ વિશે એક વાત સ્પષ્ટ છે કે તે અબજોપતિ છે. ફોર્બ્સનો અંદાજ છે કે ઓછામાં ઓછા 1.3 બિલિયન ડોલરના માલિક છે.

વિનોદ પાસે દુબઈમાં 10 પ્રોપર્ટી
વોશિંગ્ટન, ડીસી બેઝ્ડ નોન-પ્રોફિટ સેન્ટર ફોર એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝના રિયલ એસ્ટેટ ડેટા અનુસાર, વિનોદ પાસે દુબઈમાં 10 પ્રોપર્ટી છે. સિંગાપોરમાં એપાર્ટમેન્ટ છે, જેની કિંમત અંદાજે 4 મિલિયન ડોલર છે. ફોર્બ્સને જાણવા મળ્યું કે વિનોદ બહામાસ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, કેમેન આઇલેન્ડ્સ, સાયપ્રસ, મોરેશિયસ, સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાત સહિત ઑફશોર ટેક્સ હેવન્સમાં ઓછામાં ઓછી 60 એન્ટીટીઝની માલિકી ધરાવે છે અથવા તેની સાથે સંકળાયેલા છે.

ત્રણ દાયકાથી વિદેશમાં રહે છે વિનોદ
વિનોદ ત્રણ દાયકાથી વિદેશમાં રહે છે. ઇકોનોમિક ટાઇમ્સમાં સ્પોન્સર્ડ આર્ટિકલ અનુસાર, તેણે યુએસમાં એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી કરી અને પછી 1976માં મુંબઈમાં ટેક્સટાઇલ બિઝનેસ શરૂ કર્યો. 1980ના દાયકામાં વિનોદે 1,000 ડોલરમાં એક નાની પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરી ખરીદી. તેને ચલાવવામાં મદદ કરવા માટે તેના નાના ભાઈ ગૌતમને સામેલ કર્યા. ગૌતમે 2009માં ફોર્બ્સને જણાવ્યું હતું કે અમે લગભગ શૂન્યથી શરૂઆત કરી હતી.

પહેલાં સિંગોપોર, પછી દુબઈ ગયા વિનોદ
1989
સુધીમાં, વિનોદે કોમોડિટીમાં વેપાર કરવા માટે તેમની કંપનીનો વિસ્તાર કર્યો અને સિંગાપોરમાં નવી ઓફિસ ખોલી અને ત્યાં શિફ્ટ થયા. 1994માં તેઓ દુબઈ ગયા. અહીં તેણે દુબઈ, સિંગાપોર અને જકાર્તા, ઈન્ડોનેશિયામાં કામગીરી સાથે ખાંડ, તેલ અને ધાતુઓનો વેપાર શરૂ કર્યો. તેણે ઓફશોર કંપનીઓનું સામ્રાજ્ય પણ બનાવવાનું શરૂ કર્યું. પનામા પેપર્સ લીક ​​મુજબ વિનોદે જાન્યુઆરી 1994માં બહામાસમાં એક કંપની સ્થાપી હતી. બે મહિના પછી, તેણે કંપનીના દસ્તાવેજો પર પોતાનું નામ વિનોદ શાંતિલાલ અદાણીથી બદલીને વિનોદ શાંતિલાલ શાહ કરવા વિનંતી પણ કરી.

2011 સુધી અદાણી ગ્રુપમાં એક્ઝિસ્ટૂટિવ પોઝીશન પર રહ્યા વિનોદ
જ્યારે વિનોદ દુબઈમાં વિસ્તરણ કરી રહ્યા હતા, ત્યારે ગૌતમ તેની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા હતા. તેમણે 1988માં અદાણી ગ્રૂપની સ્થાપના કરી અને 1994માં તેને પબ્લિકલી કર્યું. વર્ષોથી વિનોદ તેના ભાઈના વ્યવસાયમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા છે. હિન્ડનબર્ગના રિપોર્ટ અનુસાર, વિનોદ ઓછામાં ઓછા 2011 સુધી અદાણી ગ્રુપ ઓફ કંપનીઓમાં એક્ઝિક્યુટિવ હોદ્દા પર હતા. વિનોદના પુત્ર પ્રણવ (44 વર્ષ) હજુ પણ અદાણી એન્ટરપ્રાઈઝના મેનેજિંગ ડિરેક્ટર છે.

અદાણી ગ્રુપના એક ટ્રાન્ઝેક્શનમાં વિનોદનું નામ આવ્યું
2014
માં વિનોદ અદાણીનું નામ અદાણી જૂથ દ્વારા 800 મિલિયન ડોલરના મૂલ્યના પાવર પ્લાન્ટના સાધનોના ઓવર-ઈનવોઈસિંગ સંબંધિત કેસમાં સામે આવ્યું હતું. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા વિનોદ પર અદાણી ગ્રુપના કર્મચારીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસ શરૂઆતમાં કાઢી નાંખવામાં આવ્યો હતો, પરંતુ અપીલ કરવામાં આવી હતી અને હજુ પણ કસ્ટમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સમક્ષ પેન્ડિંગ છે. અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

adv

Related News

post
post
post
post
post
post
post