• Home
  • News
  • T-20 ઈન્ટરનેશનલનો કિંગ વિરાટ:T-20માં વિરાટ કોહલીનું આક્રમક પ્રદર્શન જારી, ફિફ્ટી લગાવામાં ગેલને પાછળ છોડ્યો
post

જો કોહલી 1000 રન પૂરા કરવામાં સફળ રહેશે તો તે આવું કરવા માટે વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન બની જશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-25 10:25:51

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આક્રમક પ્રદર્શન જારી છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન નો રેકોર્ડ ધરાવતા કોહલીએ પાકિસ્તાન સામેની ટી-20 વર્લ્ડ કપ મેચમાં ફિફ્ટી ફટકારીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.

આ ફિફ્ટી સાથે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડરી બેટ્સમેન ક્રિસ ગેલને પાછળ છોડીને ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ રન સ્કોરર બન્યો છે.

કોહલીએ ટી-20 વર્લ્ડકપમાં 10મી ફિફ્ટી ફટકારી
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે દુબઈ સ્ટેડિયમમાં 50 રન કર્યાની સાથે ટી-20 વર્લ્ડકપમાં 10મી ફિફ્ટી પૂરી કરી હતી. આ સાથે તેણે ક્રિસ ગેલના 9 અર્ધસદીના રેકોર્ડને તોડી દીધો છે. કોહલીએ 17મી મેચની 17મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ગેલના નામે 29 મેચની 27 ઈનિંગમાં 9 અર્ધસદી નોંધાયેલી છે.

કોહલી 1000 રન બનાવી શકે છે
વિરાટ કોહલી આ ફિફ્ટી સાથે ટી-20 વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ બનાવવા આગળ વધ્યો છે. વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 17 મેચમાં 834 રન બનાવ્યા છે. તે વર્લ્ડ કપમાં 1000 રન બનાવવાથી માત્ર 164 રન દૂર છે.

જો કોહલી 1000 રન પૂરા કરવામાં સફળ રહેશે તો તે આવું કરવા માટે વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન બની જશે. કોહલી પહેલા ટી-20 વર્લ્ડકપમાં માત્ર શ્રીલંકાની મહેલા જયવર્ધને 1000 રન બનાવી શક્યો છે. જયવર્ધનેના 31 મેચમાં 1016 રન છે.

પહેલીવાર પાકિસ્તાને વિરાટ કોહલીને આઉટ કર્યો
વિરાટ કોહલીને પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ 57 રનના સ્કોર પર આઉટ કર્યો તો તેમા પણ એક રેકોર્ડ બની ગયો. પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડકપમાં પહેલી વખત કોહલીને આઉટ કરવામાં સફળ રહી છે. આ અગાઉ કોહલી પાકિસ્તાન વિરુદ્ધ આઉટ થયો નહોતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post