• Home
  • News
  • T20 World Cup: આ સ્ફોટક ખેલાડી ભારતને એકલા હાથે જીતાડી શકે છે ટી20 વર્લ્ડ કપ, 'મેન ઓફ ધ ટુર્નામેન્ટ'નો પ્રબળ દાવેદાર
post

ટી20 વર્લ્ડ કપ 2021માં હવે બહુ ઓછો સમય બચ્યો છે. 17 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપ શરૂ થશે. એક ખેલાડી એવો પણ છે જે પોતાના એકલાના દમ પર ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 10:08:37

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2021માં હવે બહુ ઓછો સમય બચ્યો છે. 17 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપ શરૂ થશે. એક ખેલાડી એવો પણ છે જે પોતાના એકલાના દમ પર ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડી શકે છે. આ  ખેલાડી 'મેન ઓફ ધ ટુર્નામેન્ટ' બનવાનો પણ પ્રબળ દાવેદાર છે. 

આ ખેલાડી ભારતને અપાવશે ટી20 વર્લ્ડ કપ
ટી20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારતનો સૌથી મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. ટી20 વર્લ્ડ કપ 2021માં હાર્દિક પંડ્યા મોટી ભૂમિકા ભજવી શકે છે. જ્યારે પણ તમે કોઈ મોટી ટુર્નામેન્ટ જીતવા માંગતા હોવ તો હંમેશા તમને એવા ખેલાડીઓની જરૂર પડે છે જે ટીમ સાથે છેલ્લે સુધી ડટી રહે અને તે છે હાર્દિક પંડ્યા. 

મેચનું પાસુ પલટી નાખવાનો દમ
હાર્દિક પંડ્યા પોતાની બેટિંગ અને બોલિંગ બંનેમાં જ અવ્વલ છે. હાર્દિક પંડ્યા જ્યારે જ્યારે ઈન્ડિયાને ઝડપથી રન કરવાની જરૂર પડે ત્યારે તે દમદાર ભૂમિકા ભજવે છે. બોલરો વિરુદ્ધ મેદાનના દરેક ખૂણે રન બનાવવાની ક્ષમતા તે  ધરાવે છે. 

ટી20 વર્લ્ડ કપમાં આ ટીમ ભારત માટે ખતરો
ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈમાં થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે ભારતમાં થવાની હતી પરંતુ કોરોનાના કારણે હવે UAE માં શિફ્ટ કરાઈ છે. ભારત આ વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યું છે. પરંતુ એક ટીમ એવી પણ છે જે ટીમ ઈન્ડિયાનું ટ્રોફી જીતવાનું સપનું રોળી શકે છે. આ ટીમ છે વેસ્ટ ઈન્ડિઝ. વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2016માં રમાયેલા ગત ટી20 વર્લ્ડ કપમાં ભારતને સેમીફાઈનલમાં હરાવીને બહાર કર્યું હતું. 2016 ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ પણ વેસ્ટ ઈન્ડિઝે જીત્યો હતો. જે આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. 

17 ઓક્ટોબરથી શરૂ થશે ટી20 વર્લ્ડ કપ
ICC T20 World Cup
નું આયોજન 17 ઓક્ટોબરથી યુએઈમાં થશે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઈનલ 16 નવેમ્બરે થશે. હકીકતમાં આ ટુર્નામેન્ટ આઈપીએલ ફાઈનલના થોડા દિવસ બાદ શરૂ થશે. આઈપીએલ ફાઈનલ 15 ઓક્ટોબરના રોજ થવાની શક્યતા છે. 

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ટી20 વર્લ્ડ કપ 2021માં 24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન આમને સામને હશે. અત્રે જણાવવાનું કે ભારત અને પાકિસ્તાનને ટી20 વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતનો ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ જીતનો રેકોર્ડ 5-0નો છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાના કારણે બંને દેશો વચ્ચે એકવાર ફરીથી રોમાંચક મુકાબલો જોવા મળશે. છેલ્લે 2016 વર્લ્ડ  કપના મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 118 રન કર્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક મેળવ્યું હતું. 

ભારતના ગ્રુપમાં આ ટીમો પણ સામેલ
ટુર્નામેન્ટમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ, અને દક્ષિણ આફ્રિકાને જગ્યા મળી છે. ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે. આ ઉપરાંત બંને ગ્રુપમાં બે-બે ટીમ ક્વોલિફાયર્સ દ્વારા આવશે. 

ટી20 વર્લ્ડ કપ 2021ના ગ્રુપ આ પ્રકારે છે
ગ્રુપ એ- શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નામીબિયા
ગ્રુપ બી- બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગુએના (પીએનજી) અને ઓમાન

સુપર 12
ગ્રુપ 1- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, 1 અને બી2
ગ્રુપ 2- ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, 2 અને બી1

 

adv

Related News

post
post
post
post
post
post
post