• Home
  • News
  • શારાપોવાએ 32 વર્ષની વયે નિવૃત્તિ લીધી, સતત 11 વર્ષ સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડી રહી
post

શારાપોવા પર ડોપિંગના કારણે 15 મહિનાનો પ્રતિબંધ પણ લાગ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-27 09:36:20

ન્યૂયોર્ક: 21મી સદીની સૌથી ધનિક અને લોકપ્રિય ટેનિસ સ્ટારમાંથી એક મારિયા શારાપોવાએ 32 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી. તે પ્રતિબંધમાંથી બહાર આવ્યા બાદ ઈજા સામે સંઘર્ષ કરી રહી હતી. રશિયાની શારાપોવાએ 2004માં 17 વર્ષની વયે વિમ્બલડનમાં નંબર-1 સેરેનાને હરાવી હતી. તે સતત 11 વર્ષ સુધી વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા ખેલાડી રહી. 2005 થી 2015 સુધી તેની કમાણી 2 હજાર કરોડથી વધુ રહી. શારાપોવા પર ડોપિંગના કારણે 2016માં 15 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. તેણે એપ્રિલ 2017માં કમબેક કર્યું. જોકે કમબેક બાદ તે ઈજાના કારણે ચિંતિત રહી. કરિયરમાં તેણે 278 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની જીતી, તે ઓલટાઈમ મહિલા ખેલાડીઓમાં આ મામલે ત્રીજા ક્રમે છે.


6
વર્ષની વયે પિતા સાથે ફ્લોરિડા શિફ્ટ થઈ
શારાપોવાએ 6 વર્ષની વયે રમવાનું શરૂ કર્યું. માર્ટિના નવરાતિલોવાએ મોસ્કોના એક ટેનિસ ક્લિનિકમાં શારાપોવાના ટેલેન્ટને ઓળખી તેના પિતાને સારી ટ્રેનિંગ માટે દીકરીને અમેરિકા લઈ જવાની સલાહ આપી. શારાપોવાએ 2001માં 14મા જન્મદિવસે 19 એપ્રિલના ડેબ્યૂ કર્યું હતું. શારાપોવાએ 2013માં કેન્ડી લાઈન શુગરપોવાલૉન્ચ કરી હતી. તેની કંપની કેન્ડીની સાથે ચોકલેટ પણ બનાવે છે.

·         5 ગ્રાન્ડ સ્લેમ જીત્યા: ઓસ્ટ્રેલિયન ઓપન (2008), ફ્રેન્ચ ઓપન (2012,14), વિમ્બલડન (2004), યુએસ ઓપન (2006)

·         36 ટૂર સિંગલ્સ ટાઈટલ જીત્યા

·         લંડન ઓલિમ્પિક-2012માં સિલ્વર મેડલ જીત્યો

·         ઓગસ્ટ 2005માં નંબર-1 પર પહોંચી, 21 સપ્તાહ ટોપ પર રહી

 

 

adv

Related News

post
post
post
post
post
post
post