• Home
  • News
  • સુશાંતસિંહના મોતનો મામલો:બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું- તપાસ પ્રક્રિયામાં હોય તેવા કોઈ કેસમાં પ્રેસનું સર્વાધિક રિપોર્ટિંગ ન્યાયમાં વિઘ્ન બની શકે?
post

સુશાંતસિંહના મોત મામલે મીડિયા ટ્રાયલ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 09:34:44

બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યું કે કોઇ તપાસમાં પ્રેસના સર્વાધિક રિપોર્ટિંગથી ન્યાય પ્રક્રિયામાં વિઘ્ન આવી શકે? અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે મીડિયા ટ્રાયલ વિરુદ્ધ દાખલ થયેલી જાહેર હિતની અરજી અંગે સુનાવણી દરમિયાન જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે આ સવાલ કર્યો. જવાબ માટે સરકારને 6 નવેમ્બર સુધીનો સમય અપાયો છે. બેન્ચે એમ જણાવવા કહ્યું કે શું આ પ્રકારનું રિપોર્ટિંગ તપાસ અને તે પછીના પરીક્ષણ પર પ્રતિકૂળ અસર કરે છે? શું કોર્ટે મીડિયા રિપોર્ટિંગ અને તેના રેગ્યુલેશન અંગે દિશાનિર્દેશ આપવા જોઇએ? કોર્ટે કહ્યું કે, જો સર્વાધિક રિપોર્ટિંગ થાય તો આરોપીને બચાવી શકાય છે? તે પુરાવા નષ્ટ કરી શકે છે કે ફરાર થઇ શકે છે કે પછી તે ખરેખર નિર્દોષ હોય તો વધુ રિપોર્ટિંગ તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે. અમે નહીં ઇચ્છીએ કે મીડિયા આ મર્યાદા ઓળંગે. સાથે જ અમે પણ અમારી મર્યાદામાં રહેવા માગીશું. શું અમારે આ મામલે માર્ગદર્શિકા ઘડવી જોઇએ? કેમ કે આ કેસ અમારી સામે છે.

નિવૃત્ત પોલીસ અધિકારીઓ, એક્ટિવિસ્ટ્સની જાહેર હિતની અરજી અંગે કોર્ટ ફાઇનલ તર્ક સાંભળી રહી હતી. ગત સુનાવણીમાં કોર્ટે ઇલેક્ટ્રોનિક મીડિયા પર રેગ્યુલેશનની કમી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસે સરકારને પૂછ્યું હતું, પ્રિન્ટ મીડિયા માટે પ્રેસ કાઉન્સિલ છે, ફિલ્મો માટે સેન્સર બોર્ડ છે. તમે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એકસમાન કાનૂની એકમ અંગે કેમ નથી વિચારી શકતા?’

મીડિયા કોઇ જજ/જ્યુરી નથી કે કોની તપાસ થવી જોઇએ કે કોનો પીછો કરવો તે નક્કી કરે: એડવોકેટ ચિનોય
જાહેર હિતની અરજી અંગે સુનાવણીમાં સિનિયર એડવોકેટ અસ્પી ચિનોયે મીડિયા રિપોર્ટિંગ અંગે કહ્યું કે કોર્ટે આ મામલે માર્ગદર્શિકા જારી કરવી જોઇએ. મીડિયા કોઇ જજ કે જ્યુરી નથી કે કોની તપાસ થવી જોઇએ કે કોનો પીછો કરવો તે નક્કી કરે. ચિનોયે પ્રચલિત મીડિયા રેગ્યુલેશન મિકેનિઝમનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે એ જોવાની જરૂર છે કે આ સો-કોલ્ડ મિકેનિઝમ શું છે? શું તે કામ કરે છે? કોર્ટના નિર્દેશથી તેને બદલી શકાય કે બહેતર બનાવી શકાય છે?

 

adv

Related News

post
post
post
post
post
post
post