• Home
  • News
  • આ દિવાળીએ ભારત-પાકિસ્તાન મેચનો ધમાકો:બંને ટીમ ટી-20માં 9મી વખત આમનેસામને હશે; અત્યારસુધીમાં રમાયેલા 8 મુકાબલામાં ટીમ ઈન્ડિયા 7 વખત જીત્યું
post

ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લે ટી-20નો મુકાબલો 19 માર્ચ 2016નો રોજ રમાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-17 11:13:48

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત આરબ અમીરાત, એટલે કે UAE અને ઓમાનમાં રમાનારી વર્લ્ડ ટી-20 કપના એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. બંને ટીમ 5 વર્ષ પછી ટી-20માં સામસામે હશે. બંને ટીમ વચ્ચે છેલ્લે ટી-20નો મુકાબલો 19 માર્ચ 2016નો રોજ રમાયો હતો. ત્યારે ICC ટી-20 વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.

આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે છે, જ્યારે ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી થઈ રહી છે. 25 ઓક્ટોબર પછી સુપર-12 મુકાબલા રમાશે. ભારત અને પાકિસ્તાનની ગ્રુપ મેચ પણ 4 નવેમ્બરની આજુબાજુ જ રમાય શકે છે. એનો અર્થ એ થયો કે દિવાળી પર ફેન્સની મજા ડબલ થવા જઈ રહી છે. જોકે ICCએ હજુ શિડ્યૂલ જાહેર કર્યું નથી.

ભારત અને પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં 5 વખત સામસામે રમી છે. આ બધી જ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ઓવરઓલ ટી-20ની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન 8 મેચ રમ્યું છે, જેમાં ટીમ ઈન્ડિયા 7 અને પાકિસ્તાન 1 મેચ જીત્યું છે. 1 મેચ ભારતે ટાઈ બાદ બોલ આઉટમાં જીતી હતી.

2008માં આંતકી હુમલા બાદ પાકિસ્તાન યાત્રાએ નથી ગઈ
મુંબઈમાં 2008ના આતંકી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન ટૂર પર ગઈ નથી. તો લાઈન ઓફ કંટ્રોલ પર સતત સીઝફાયર વાયોલેશન અને ફેબ્રુઆરી 2019માં થયેલા પુલવામા હુમલા બાદથી આ સંબંધ વધુ વણસ્યા છે. બંને ટીમ 2007-08ની સીઝન બાદથી ટેસ્ટ સિરીઝમાં પણ એકબીજાની સામે નથી રમી. જોકે બંને ટીમો ICC ટૂર્નામેન્ટ્સમાં એકબીજા વિરુદ્ધ રમતી હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 8 ટી-20 મેચ રમાઈ
ભારત અને પાકિસ્તાને 9 વર્ષથી કોઈ જ દ્વિપક્ષીય સિરીઝ નથી રમી. બંને વચ્ચે છેલ્લી ટી-20 અને વનડે સિરીઝ ડિસેમ્બર 2012માં રમાઈ હતી. ટી-20 સિરીઝ 1-1થી ડ્રો રહી હતી, તો વનડે સિરીઝ પાકિસ્તાન 2-1થી જીત્યું હતું.

2017થી લઈને અત્યારસુધી 5 વનડે રમાઈ
2017
થી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 5 વનડે રમી છે. આ બધી જ મેચ ICC ટૂર્નામેન્ટ્સનો ભાગ રહી છે, જેમાં 2 મેચ 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2 મેચ 2018 એશિયા કપ અને 1 મેચ 2019 વર્લ્ડ કપમાં રમાઈ હતી.

અમે તમને ટી-20 વર્લ્ડ કપમાં અત્યારસુધીમાં બંને ટીમ વચ્ચે થયેલી ટક્કર અંગે જણાવી રહ્યા છીએ.....

2017 વર્લ્ડ કપ

1. ગ્રુપ સ્ટેજઃ ભારતે પાકિસ્તાનને બોલ આઉટમાં હરાવ્યું
મેન ઓફ ધ મેચઃ રોબિન ઉથપ્પા​​​​​

2007માં પહેલા ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની 10મી મેચમાં બંને ટીમ સામસામે ટકરાઈ હતી. ત્યારે પાકિસ્તાનના કેપ્ટન શોએબ મલિકે ટોસ જીતીને પહેલી બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે પહેલી બેટિંગ કરતાં રોબિન ઉથપ્પાની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં મિસ્બાહ ઉલ હકે 53 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાનની ટીમે પણ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. એ વખતે સુપરઓવર ન હતી, પરંતુ તેની જગ્યાએ બોલ આઉટ રમાડવામાં આવતા હતા, જેમાં બંને ટીમ તરફથી 1-1 કરીને 5 વખત બોલરે વિકેટ પર હિટ કરવાનું રહેતું હતું.

ભારત તરફથી વીરેન્દ્ર સેહવાગ, રોબિન ઉથપ્પા અને હરભજન સિંહે વિકેટ પર હિટ કર્યું અને તેઓ સફળ રહ્યા, જ્યારે પાકિસ્તાન તરફથી ઉમર ગુલ, યાસિર અરાફત અને શાહિદ આફ્રિદી મિસ કરી ગયા અને ભારતે આ મેચ જીતી હતી.

2. ફાઈનલઃ ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું
મેન ઓફ ધ મેચઃ ઈરફાન પઠાણ

ગ્રુપ સ્ટેજ પછી બંને ટીમ ફાઈનલમાં પણ સામસામે ટકરાઈ હતી. ભારતના ત્યારના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રન અને રોહિત શર્માએ 16 બોલમાં 30* રનની મદદથી ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને કુલ 157 રન કર્યા હતા.

જવાબમાં પાકિસ્તાનના મોહમ્મદ હાફિઝ અને કામરાન અકમલને ફાસ્ટ બોલર રુદ્રપ્રતાપ સિંહે આઉટ કરી શરૂઆતમાં 2 ઝાટકા આપ્યા. એ બાદ જોગિંદર શર્માએ યુનિસ ખાન અને ઈરફાન પઠાણને શોએબ મલિક, શાહિદ આફ્રિદી અને યાસિર અરાફતને આઉટ કરીને પાકિસ્તાનની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી. 141 રન સુધી પાકિસ્તાનની ટીમે 9 વિકેટ ગુમાવી દીધી હતી. મિસ્બાહ ઉલ હક ક્રીઝ પર હતો.

છેલ્લી ઓવરમાં પાકિસ્તાનની ટીમને જીત માટે 13 રનની જરૂર હતી. ધોનીએ ગેમ્બલ કરતાં બોલિંગ જોગિંદર શર્માને આપી. ઓવરની બીજા જ બોલમાં મિસ્બાહે છગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલે તેને ફાઈન લેગ પર શોટ રમાવનો પ્રયાસ કર્યો, પરંતુ બોલમાં સ્પીડ ઓછી હોવાને કારણે બોલ બાઉન્ડરીલાઈન ક્રોસ ન કરી શકી અને શ્રીસંતના હાથે કેચઆઉટ થઈ ગયો. આ સાથે જ ભારત આ મેચ 5 રનથી જીત્યું હતું.

2012 વર્લ્ડ કપ
3.
સુપર 8: ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું
મેન ઓફ ધ મેચઃ વિરાટ કોહલી​​​​​

2009માં પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી, જેમાં ભારતની સામે ટીમ રમવા આવી ન હતી. તો 2010 વર્લ્ડ કપમાં પણ બંને ટીમ આમનેસામને આવી ન હતી. 2012 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સુપર-8 મુકાબલામાં સામસામે હતી આવી. પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી અને 19.4 ઓવરમાં 128 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. લક્ષ્મીપતિ બાલાજીએ સૌથી વધુ 3 અને રવિચંદ્રન અશ્વિન અને યુવરાજ સિંહે 2-2 વિકેટ લીધી.

જવાબમાં ભારતીય ટીમે આ ટાર્ગેટ 17મી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો. વિરાટ 61 બોલમાં 78 રન બનાવીને નોટઆઉટ રહ્યો. વીરેન્દ્ર સેહવાગે 29 રન અને યુવરાજ સિંહે 19 રનની નોટઆઉટ ઈનિંગ રમી.

2014 વર્લ્ડ કપ
4.
ગ્રુપ સ્ટેજઃ ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
મેન ઓફ ધ મેચઃ અમિત મિશ્રા​​​​​

2014 ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એક વખત આમનેસામને આવ્યા. ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ બોલિંગ પસંદ કરી. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતે 18.3 ઓવરમાં વિરાટના 36 અને સુરેશ રૈનાની 35 રનની ઈનિંગના કારણે મેચ જીતી હતી.

2016 વર્લ્ડ કપ
5.
સુપર 10: ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
મેન ઓફ ધ મેચઃ વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. વરસાદને કારણે મેચને 18 ઓવરની કરવામાં આવી હતી. પહેલા બેટિંગ કરતાં પાકિસ્તાન 5 વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 23 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. એ બાદ વિરાટે 37 બોલમાં 55 રન* અને યુવરાજ 23 બોલમાં 24 રનની ઈનિંગ રમી. ભારતે 119 રનનો ટાર્ગેટ 15.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પાર કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post