• Home
  • News
  • ઈતિહાસમાં આજે:ઝડપી બાઉન્સરે લીધો હતો 25 વર્ષીય ક્રિકેટરનો જીવ, પિચને પણ કરી દીધી હતી રિટાયર
post

ઓસ્ટ્રેલિયાના 25 વર્ષીય ખેલાડી, જેનો 5 દિવસ પછી એટલે કે 30 નવેમ્બરે જન્મદિન હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 11:50:32

કોહલી બ્રિગેડ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર કોરોના વાયરસ પછી પ્રથમવાર ઈન્ટરનેશનલ વનડે મેચ રમવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની પણ કોરોના વાયરસ પછી આ પ્રથમ ઘરેલુ સીરિઝ છે. જે ગ્રાઉન્ડ પર આ મેચ રમાશે, તેના નામે એક કાળો ઈતિહાસ જોડાયેલો છે.

ઓસ્ટ્રેલિયાના 25 વર્ષીય ખેલાડી, જેનો 5 દિવસ પછી એટલે કે 30 નવેમ્બરે જન્મદિન હતો. નામ ફિલિપ હ્યુજ. કરિયર ખૂબ નાની, પણ શાનદાર. 26 ફેબ્રુઆરી 2009ના રોજ પોતાની પ્રથમ ટેસ્ટ મેચથી ડેબ્યુ કરનારા ફિલિપે 26 ટેસ્ટ, 25 વનડે અને એક ટી-20 મેચ રમી હતી. ટેસ્ટમાં તેના નામે 3 સદી અને 1535 રન છે. વનડેમાં 4 સદી અને 823 રન છે. અચાનક ફિલિપની વાત કેમ?

ઘટના 25 નવેમ્બર 2014ની છે. સિડનીના ગ્રાઉન્ડ પર સાઉથ ઓસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેલ્સની વચ્ચે મેચ ચાલી રહી હતી. ક્રિઝ પર હતા ફિલિપ અને બોલિંગ કરી રહ્યા હતા સીન એબોટ. એક ઝડપી પણ શોર્ટ પિચ બોલ રમરમતો આવ્યો, જે ફિલિપની હેલમેટની પાછળ માથામાં વાગ્યો. તેઓ ત્યાં જ પડી ગયા. બે દિવસ કોમામાં રહ્યા પછી 27 નવેમ્બર 2014ના રોજ સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેઓ ઈન્ડ્યુસ્ડ કોમામાં સરી પડ્યા હતા.

આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતને શૉક કરી દીધું હતું. ખુદ બોલર સીન એબોટ આ ઘટના પછી ઊંડા આઘાતમાં હતા. હ્યુજના મોત પછી એબોટ પણ હોસ્પિટલમાં હતા અને સતત તેમની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. આ ઘટના પછી ક્રિકેટ જગતમાં બદલાવ આવ્યો. બોલર પોતાના બોલથી બેટ્સમેનને સીધા નિશાન બનાવવાથી દૂર રહેવા લાગ્યા.

બેટિંગ હેલમેટને અગાઉ કરતાં વધુ મજબૂત બનાવાઈ. તેમાં સુધારા કરવામાં આવ્યા. હેલમેટ બનાવનારી કંપનીઓએ હેલમેટમાં ફેરફાર કર્યા. હેલમેટના બેક રિમની નીચે એક ગાર્ડ જોડવામાં આવ્યું. ફિલિપના મોત પછી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની સાત નંબરની પિચને પણ રિટાયર કરી દેવાઈ.

ભારતના 8મા વડાપ્રધાન વી પી સિંહનું નિધન થયું હતું

27 નવેમ્બર 2008ના રોજ ભારતના 8મા વડાપ્રધાન રહેલા વિશ્વનાથ પ્રતાપ સિંહનું નિધન થયું હતું. 31 ડિસેમ્બર 1984ના રોજ વી પી સિંહ રાજીવ ગાંધી સરકારમાં નાણાં મંત્રી હતા. તેમણે વિદેશી બેંકમાં ભારતીયોનાં જમા નાણાંની તપાસ કરવા માટે ફેર ફૈક્સની મદદ લીધી હતી.

આ દરમિયાન 1987માં સ્વીડને બોફોર્સ તોપ સોદામાં દલાલીના સમાચાર પ્રકાશિત કર્યા. તેમાં એ સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ હતું. સંસદમાં હંગામો થયો અને આ મુદ્દો ખુદ વી પી સિંહ પણ ઉઠાવવામાં પાછળ હટ્યા નહોતા. પરિણામ એ આવ્યું કે વી પી સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

આ ઘટના પછી રાજીવ ગાંધીની સરકાર પણ વધુ સમય ચાલી શકી નહીં. 1989ની લોકસભામાં ભાજપા અને લેફ્ટની મદદથી વી પી સિંહ દેશના વડાપ્રધાન બન્યા. વી પી સિંહનો જન્મ 26 જૂન 1931ના રોજ યુપીના અલ્હાબાદમાં થયો હતો. 11 મહિના સુધી તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા. 9 જૂન 1980થી 28 જૂન 1982 સુધી યુપીના મુખ્યમંત્રી રહ્યા હતા.

ભારત અને દુનિયામાં 27 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

·         1795ઃ પ્રથમ બાંગ્લા નાટકનું મંચન થયું

·         1888ઃ પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકરનો જન્મ થયો હતો.

·         1895ઃ આલ્ફ્રેડ નોબેલે નોબેલ પુરસ્કારની સ્થાપના કરી.

·         1881ઃ પ્રસિદ્ધ ઈતિહાસકાર કાશી પ્રસાદ જયસ્વાલનો જન્મ થયો હતો.

·         1907ઃ પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનનો જન્મ થયો હતો.

·         1940ઃ માર્શલ આર્ટના મહાનાયક બ્રૂસ લીનો જન્મ થયો હતો.

·         1947ઃ પેરિસમાં પોલીસે કમ્યુનિસ્ટ સમાચાર પત્રના કાર્યાલય પર કબજો કર્યો હતો.

·         1966ઃ ઉરૂગ્વેએ બંધારણ અપનાવ્યું હતું.

·         2002ઃ પ્રસિદ્ધ પ્રગતિશીલ કવિ શિવમંગલ સિંહ સુમનનું નિધન થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post