• Home
  • News
  • લગ્નની પહેલી તસવીર સામે આવી,સોશિયલ મીડિયા પર વરુણે લખ્યું-જીવનભરનો પ્રેમ હવે ઓફિશિયલ થઈ ગયો
post

વરુણ ધવને સોશિયલ મીડિયા પર લગ્નના બે ફોટો શેર કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 09:17:34

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના સાત ફેરાની વિધિ પૂરી થઈ ગઈ છે. વરુણ-નતાશા બાળપણની મહોબ્બત હવે સુંદર સંબંધોમાં તબદિલ થઈ ગઈ છે. વરુણ ધવને સોશિયલ મીડિયા પર લગ્નના બે ફોટો શેર કર્યા. આ સાથે લખ્યું કે તેમની જીવનભરની મહોબ્બત હવે ઓફિશયલ થઈ ગઈ છે.

મેંશન હાઉસમાં કેમેરા અને મીડિયાને જવાની પરવાનગી મળી નથી, પણ વેન્યુમાં રહેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે 8 વાગ્યા બાદ મંડપમાં ફેરાની રસ્મ માટે દૂલ્હા-દુલ્હન પહોંચ્યા હતા. લગ્નના મુર્હુતને લઈ સવારથી અટકળો લગાવવામાં આવતી હતી, પણ રસ્મ 6 વાગ્યા બાદ જ શરૂ થઈ.

​​આ અગાઉ સાંજના સમયે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. રિપોટ્સ મુજબ આ વિધિ સાંજે 5:45 વાગ્યાથી ચાલી રહી હતી. મેન્શન હાઉસની અંદર આ વરઘોડો નીકળ્યો હતો. જેના માટે વરુણે નતાશા દલાલની ચૂડા સેરેમની આજે સવારે યોજાઈ હતી. કરન જોહર 24મી જાન્યુઆરીના રોજ અલીબાગ ગયો હતો. વરુણ પોતાના લગ્નથી ઘણો જ ખુશ છે અને તે વરરાજાને બદલે વરરાજાનો ભાઈ હોય તેમ વધુ લાગે છે.

વરુણ નાના બાળકની જેમ આંટા મારી રહ્યો છે
વરુણ ધવન પોતાના લગ્નમાં ઘણો જ ખુશ છે. વેબ પોર્ટલ સ્પોટબોયે વરુણ-નતાશાના લગ્નમાં આવેલા મહેમાન સાથે વાત કરીને માહોલ કેવો છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ પ્રમાણે, 'તમામ વિધિઓ શાંતિપૂર્ણ રીતે થઈ રહી છે. પ્લાનિંગ એકદમ પર્ફેક્ટ છે. બહુ બધા મહેમાનોને બોલાવવામાં આવ્યા નથી અને તેથી જ દલાલ-ધવન પરિવાર દરેક મહેમાનનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે. વરુણ ધવનના મિત્રો છે. વરુણનો મોટો ભાઈ રોહિત દરેક બાબતોનું ધ્યાન રાખે છે. પિતા ડેવિડ ધવન આરામથી નાના દીકરાના લગ્નને માણી રહ્યા છે. રોહિતને કારણે તેમને ચિંતા કરવા જેવું કંઈ જ નથી. વરુણ એકદમ ખુશ છે. આમ પણ વરુણ નાની નાની વાતોમાં ઉત્સાહી થઈ જાય છે. આજે તો તેને લોટરી લાગી ગઈ છે. વરુણને આટલો ખુશ ક્યારેય જોયો નથી. તે નાના બાળકની જેમ આસપાસ ફરી રહ્યો છે. તે વરરાજાને બદલે વરરાજાનો નાનો ભાઈ હોય તેવું લાગે છે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post