• Home
  • News
  • સ્પેનમાં મેડ્રિડની સૌથી મોટી હોસ્પિટલમાંથી છેલ્લા 3 દર્દીને રજા અપાઇ
post

સરકારે 7 અઠવાડિયાં બાદ લૉકડાઉનમાં રાહત આપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 11:54:24

મેડ્રિડ: સ્પેનની રાજધાની મેડ્રિડમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની સૌથી મોટી હંગામી હોસ્પિટલ બંધ કરી દેવાઇ છે. અહીં દાખલ છેલ્લા ત્રણ દર્દીને શનિવારે રજા આપી દેવાઇ. આ દર્દીઓ- મારિયા, પેટ્રોસિના અને મિરિયમે ઘરે પરત ફરતી વખતે સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માનીને ખુશી વ્યક્ત કરી. સરકારે 7 અઠવાડિયાં બાદ લૉકડાઉનમાં રાહત આપી છે, જે મુજબ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મોર્નિંગ વૉક માટે જઇ શકે છે. ઘરની બહાર ઇન્ડિવિડ્યુઅલ ગેમ્સ રમી શકે છે.

 
સ્પેનના બીજા જાણીતા શહેર બાર્સેલોનામાં લોકોએ આ છૂટનો ફાયદો ઉઠાવતાં રસ્તા પર દોડ લગાવી અને દરિયાકાંઠે ટહેલવા નીકળ્યા હતા. આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન પણ કરાયું. સ્પેનમાં 15 માર્ચે લૉકડાઉન જાહેર કરાયું હતું. ત્યાં અત્યાર સુધીમાં 2,42,988 કેસ સામે આવ્યા છે અને 24,824 મોત થયાં છે. 1,42,450 લોકો સાજા થયા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post