• Home
  • News
  • નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સેરેમની વધુ 2 મહિના માટે સ્થગિત થઈ શકે છે, 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં નિર્ધારિત આયોજન પાછું ઠેલાવાની શક્યતા
post

આ વખતે ક્રિકેટર રોહિત શર્મા, એથલીટ હિમા દાસ અને રેસલર વિનેશ ફોગાટનું નામ ખેલ રત્ન માટે મોકલવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 11:00:44

આ વર્ષે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સેરેમની કોરોનાવાયરસને કારણે એક અથવા બે મહિના માટે સ્થગિત કરવામાં આવી શકે છે. રમત મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, આ મામલે રાષ્ટ્રપતિ ભવનથી અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન, દ્રોણાચાર્ય અને ધ્યાનચંદ એવોર્ડ દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. આ સેરેમની રાષ્ટ્રપતિ ભવનમાં જ થાય છે.

આ વખતે કોરોનાને લીધે, પ્રથમ વખત ઇ-મેઇલ દ્વારા સ્પોર્ટસ એવોર્ડ માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી. સામાન્ય રીતે નોમિનેશન મોકલવાની પ્રક્રિયા એપ્રિલમાં જ શરૂ થાય છે, પરંતુ આ વખતે લોકડાઉનને કારણે મે મહિનામાં અરજીઓ માંગવામાં આવી હતી.

ખેલ રત્ન માટે નીરજ ચોપડા અને રાની રામપાલનું નામ પણ મોકલવામાં આવ્યું

·         આ વખતે ખેલ રત્ન માટે ક્રિકેટર રોહિત શર્મા, એથલીટ હિમા દાસ અને રેસલર વિનેશ ફોગાટનાં નામ મોકલવામાં આવ્યા છે.

·         આ સિવાય નીરજ ચોપડા (જેવલિન થ્રો), મનિકા બત્રા (ટેબલ ટેનિસ) અને મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલના નામ પણ ખેલ રત્ન માટે મોકલવામાં આવ્યા છે.

·         પેરાલિમ્પિયન દિપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને ગયા વર્ષે આ એવોર્ડ મળ્યો હતો.

રાષ્ટ્રપતિ ભવનથી આદેશની રાહ

·         રમત મંત્રાલયના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમને રાષ્ટ્રપતિ ભવન પાસેથી હજી કોઈ માહિતી મળી શકી નથી. અમે સ્પોર્ટ્સ એવોર્ડ અંગે રાષ્ટ્રપતિ ભવનના આદેશની રાહ જોઇ રહ્યા છીએ.

·         હાલમાં, દેશભરમાં એવા કાર્યક્રમો પર પ્રતિબંધ છે જ્યાં લોકો એકઠા થાય છે. આને કારણે રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ કાર્યક્રમ થવાના નથી. ભૂતકાળમાં પણ 29 ઓગસ્ટ પછી ઘણી એવોર્ડ સેરેમની યોજવવામાં આવી છે.

·         જો આ પ્રોગ્રામ પણ આ સમયે ટળે છે, તો તે 1 અથવા 2 મહિના પછી થઈ શકે છે. હમણાં, લોકોની સલામતી એ અમારી પ્રાથમિકતા છે.

મેજર ધ્યાનચંદની જયંતી પર થાય છે પ્રોગ્રામ

·         દર વર્ષે 29 ઓગસ્ટે હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતી પર રાષ્ટ્રીય રમત દિવસ મનાવવામાં આવે છે. આ અવસરે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં એવોર્ડ આપવામાં આવે છે.

·         ખેલ રત્ન ભારતનો સર્વોચ્ચ રમતગમત એવોર્ડ છે. જેનું નામ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે. દર વર્ષે તે દેશના શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવે છે. ખેલાડીને 7.5 લાખ રૂપિયાનું ઇનામ અને પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવે છે.

·         જ્યારે, જે ખેલાડી અર્જુન એવોર્ડ જીતે છે તેને પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post