• Home
  • News
  • દિલ્હીના ડેપ્યુટી CM સિસોદિયા પોઝિટિવ; કેજરીવાલે કહ્યું- 10 લાખની વસ્તીમાં સૌથી વધારે ટેસ્ટ રાજધાનીમાં થઈ રહ્યા છે; દેશમાં કુલ 48.93 લાખ કેસ
post

સીરમ ઈન્સ્ટિટ્યુટે કહ્યું- વિશ્વમાં 2024ના અંત સુધી દરેક વ્યક્તિ સુધી કોરોનાની વેક્સીન પહોંચી શકશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 08:56:51

દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે તેમણે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ અગાઉ દિલ્હીના ત્રણ ધારાસભ્ય ગિરીશ સોની, પ્રમિલા તોકસ અને વિશેષ રવિ પણ કોરોના સંક્રમિત થયા છે. સિસોદિયા સહિત ત્રણ ધારાસભ્ય સોમવારે વિધાનસભા સત્રમાં ભાગ લઈ શક્યા ન હતા.

દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે દેશની રાજધાનીમાં દરરોજ 10 લાખની વસ્તી પૈકી 3 હજાર લોકોની તપાસ થાય છે. આ આંકડા વિશ્વમાં સૌથી વધારે છે.

દેશવ્યાપી લોકડાઉનના કારણે અમને દેશમાં લગભગ 29 લાખ કોરોનાના કેસ અને 78 હજાર મૃત્યુ ઘટાડવામાં મદદ મળી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને સોમવારે લોકસભામાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે લોકડાઉન કેન્દ્ર સરકારનો એક સાહસિક ફેંસલો હતો. લોકડાઉનના કારણે જ દેશ કોરોના સામે લડવામાં એકજૂથ થયો.દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં તેજ ગતિથી વધારો થઈ રહ્યો છે. આજે એની સંખ્યા 10 લાખને પાર થઈ જશે. દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 48 લાખ 78 હજાર 42 થઈ છે. આ પૈકી 38 લાખ 9 હજાર 549 લોકોને સારું થઈ ગયુ છે. સંક્રમણમાં મૃત્યુ પામનારની સંખ્યા 80 હજારને પાર થઈ ગઈ છે. જો કે એક્ટિવ દર્દીઓની સંખ્યા 9 લાખ 90 હજાર 502 પહોંચી છે. રવિવારે દેશમાં 93 હજાર 215 કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 48 લાખ 50 હજાર 887 થઈ ગઈ છે.

આ તરફ, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને કોરોનાની વેક્સિનને લઈને સારી ખબર જણાવી હતી. તેમણે કહ્યું હતું કે આવતા વર્ષે, એટલે કે 2021ના પહેલા ત્રણ મહિનામાં વેક્સિન સામે આવી શકે છે. જોકે હાલમાં આ બાબતે કોઈ ચોક્કસ તારીખ આપવી એ યોગ્ય નથી.

સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સના પ્રશ્નોના જવાબમાં ડો.હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે એકવાર વેક્સિન આવે પછી સરકારનું સંપૂર્ણ ધ્યાન ગંભીર દર્દીઓ પર રહેશે, જેમાં પહેલેથી જ બીમાર વૃદ્ધો તેમને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વેક્સિન તૈયાર કરવામાં તમામ પ્રકારની સાવધાની રાખવામાં આવી રહી છે. આ હોવા છતાં જો કોઈને વિશ્વાસનો અભાવ હોય, તો તે ખુશીથી વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા માટે તૈયાર છે.

1. મધ્યપ્રદેશ
રાજ્યમાં રવિવારે પ્રથમ વખત 2281 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આરોગ્યમંત્રાલયના કોવિદ બુલેટિન મુજબ, રવિવારે રાજ્યમાં સંક્રમણ દર 10.4% પહોંચ્યો છે. પહેલી સપ્ટેમ્બરે આ 7.3% હતો. તો આ તરફ ભોપાલમાં રવિવારે 234 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, અને ત્રણ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

રાજધાનીમાં રવિવારે મંત્રી વિજય શાહ, કોંગ્રેસ ધારાસભ્ય સજ્જનસિંહ વર્મા, બૈતુલના ધારાસભ્ય બ્રહ્મા ભલાવી, ધરમુસિંહ સિરસામ, ભોપાલના પૂર્વ સાંસદ આલોક સંજરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ 21 સપ્ટેમ્બરથી વિધાનસભાના સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વિધાનસભાએ તમામ કલેકટરોને સત્રના પાંચ દિવસ પહેલાં ધારાસભ્યોનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ મોકલવા બાબતે પત્ર લખ્યો છે.

2. રાજસ્થાન
રાજ્યમાં પ્રથમ વખત રવિવારે 1700થી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 15 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં જોધપુરના 3, બિકાનેરના 2-2, અજમેરના 2-2, ચુરૂ, ડુંગરપુર , ઝાલાવાડ, સવાઈ માધવપુર અને ઉદયપુરના એક-એક દર્દી સામેલ છે.

સૌથી મોટી ચિંતા એ છે કે રાજ્યમાં રિકવરી કરતાં કરતાં એક્ટિવ કેસ વધુ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 13 દિવસમાં 20 હજાર 715 દર્દી સામે આવ્યા, જ્યારે 180 લોકો મૃત્યુ પામ્યા. રિકવર ફક્ત 17 હજાર 706 લોકો થયા છે. પરિણામે, દાખલ થયેલા દર્દીઓ જે ઓગસ્ટના અંત સુધીમાં ઘટીને 13 હજાર 825 થઈ ગયા છે, તેઓ 13 દિવસની અંદર 16 હજાર 654 થઈ ગયા છે. ઓગસ્ટમાં 39 હજાર 610 નવા કેસ સામે આવ્યા, પરંતુ તેમાં 36 હજાર 967 લોકો સાજા પણ થયા. ઓગસ્ટમાં ફક્ત 2267 એક્ટિવ કેસો વધ્યા, જ્યારે સપ્ટેમ્બરના આ 13 દિવસોમાં 2,829 એક્ટિવ કેસનો વધારો થયો છે.

3. બિહાર
રાજ્યમાં રવિવારે એક લાખ 10 હજાર લોકોના કોરોના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં 48 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એ જ સમયે, પોઝિટિવ દર પણ 3.2% સુધી પહોંચી ગયો છે.

4. મહારાષ્ટ્ર
રવિવારે રાજ્યમાં 22 હજાર 543 કોરોનાના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 11 હજાર 549 લોકોને રજા આપવામાં આવી છે. આ સિવાય 416 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 52 લાખ 53 હજાર 676 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 10 લાખ 60 હજાર 308 સેમ્પલ પોઝિટિવ મળી આવ્યાં છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં રવિવારે 24 કલાકની અંદર 6,239 નવા કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 68 હજારને પર થઈ છે. યુપીમાં કોરોનાની ઝપેટમાં આવીને જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 4,429 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના 3 લાખ 12 હજાર 36 કેસ નોંધાયા છે, જેમાંથી 2 લાખ 39 હજાર 485 દર્દી સજા પણ થઈ ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post