• Home
  • News
  • ક્રિકેટના મેદાન બહાર પણ છવાયો આ ખેલાડી, છેલ્લા 25 વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ ક્રિકેટર બન્યો
post

છેલ્લા 25 વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ એથ્લીટ રોનાલ્ડો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-12 17:41:13

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાન પર ઘણાં રેકોર્ડ તોડ્યા છે. હવે તે ક્રિકેટના મેદાનની બહાર પણ કેટલાંક એવા રેકોર્ડ બનાવીને દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. કોહલી ગત 25 વર્ષો(Virat Kohli Becomes Most Search Cricketer In Entire Google History)માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર ક્રિકેટ બની ગયો છે. ગૂગલે ગત 25 વર્ષોમાં સૌથી વધુ શું-શું સર્ચ થયું છે તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં કોહલીનું નામ ક્રિકેટર તરીકે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. 

કોહલી ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ક્રિકેટર

સચિન તેંડુલકર, બ્રાયન લારા અને અન્ય ક્રિકેટરો કરતાં કોહલીને ગૂગલે સૌથી વધુ સર્ચ કરાયેલા ક્રિકેટર તરીકે દર્શાવ્યો છે. જયારે છેલ્લા 25 વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ એથ્લીટ રોનાલ્ડો છે. રોનાલ્ડોએ મેસ્સી, રોજર ફેડરર, રાફેલ નડાલ અને જોકોવિચ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડવામાં સફળતા મેળવી છે. કોહલી હાલ બ્રેક પર છે. તે સાઉથ આફ્રિકા સામે રમાનાર ટેસ્ટ સિરીઝથી ભારતીય ટીમમાં વાપસી કરશે.  

કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ

વિરાટ કોહલીએ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 મેચોમાં 765 રન બનાવ્યા હતા, આ સાથે જ તે ODI World Cupની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. આ ઉપરાંત ODI World Cup 2023 દરમિયાન કોહલીએ ODIમાં 50 સદી ફટકારી સચિનના 49 સદીના રેકોર્ડને પણ તોડ્યો હતો. 

adv

Related News

post
post
post
post
post
post
post