• Home
  • News
  • ક્વોરન્ટીન સમય પૂર્ણ થતા DHFLના કૌભાંડી પ્રમોટર વાધવાન બંધુઓ હવે CBIને સોંપાશે: દેશમુખ
post

કપિલ અને ધીરજ વાધવાન ડીએચએફએલના પ્રમોટર છે, છેતરપિંડીના કેસમાં સીબીઆઈ અને ઈડી તેની સામે તપાસ કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 11:38:59

મુંબઈ: મહારાષ્ટ્રમાં યસ બેન્ક અને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) સાથે જોડાયેલા છેતરપિંડીના કેસના આરોપી કપિલ અને ધીરજ વાધવાનનો ક્વોરેન્ટાઇન પીરિયડ બુધવારે પૂરો થયો. જોકે, તેમણે હજુ સેન્ટરમાં જ રહેવું પડશે, કેમ કે સીબીઆઇ સતારા જિલ્લા મેજિસ્ટ્રેટને કહી ચૂકી છે કે તે મંજૂરી ન આપે ત્યાં સુધી વાધવાન ભાઇઓને જિલ્લા બહાર ન જવા દેવા. આ અગાઉ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે વાધવાન ભાઇઓનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયો છે એવામાં સીબીઆઇ અને ઇડી બન્નેને કસ્ટડીમાં લઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ તેમને કસ્ટડીમાં ન લે ત્યાં સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે, લંડન ભાગવા દેવાની તક નહીં અપાય. 

બુધવારે ક્વોરન્ટીન ગાળો પૂરો થયો
8
માર્ચથી જ ઇડી અને સીબીઆઇની ટીમો યસ બેન્ક સાથે જોડાયેલા 600 કરોડ રૂ.ની હેરફેરના મામલે પૂછપરછ માટે વાધવાન બંધુઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન દેશમાં લૉકડાઉન વચ્ચે 8 એપ્રિલે વાધવાન ભાઇઓને 23 સભ્યના પરિવાર સાથે પૂણેના ખંડાલા હિલ સ્ટેશનેથી સતારાના મહાબળેશ્વર જવાની મંજૂરી અપાતાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું અને આખા વાધવાન પરિવારને 9 એપ્રિલે ક્વોરન્ટાઇન હેઠળ મોકલી દેવાયો. બાદમાં વાધવાને દાવો કર્યો કે તેઓ કોરોનાથી બચવા ખંડાલાથી મહાબળેશ્વર શિફ્ટ થવા ઇચ્છતા હતા.

પહેલા પણ વાધવાન ભાઈઓ સીબીઆઈ સામે હાજર થયા ન હતા
તપાસમાં બહાર આવ્યું છે કે વાધવાન ભાઈઓ કોરોના વાઈરસને ઢાલ બનાવીને ઈડી અને સીબીઆઈથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. યસ બેન્ક છેતરપિંડી કેસમાં તેઓને સીબીઆઈએ સાત માર્ચે તેઓને પુછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા. સીબીઆઈ સામે હાજર ન થવાથી તેઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પડાયું હતું. તપાસ એજન્સીઓથી બચવા માટે તોએ મંબઈથી બહાર ભાગી ગયા હતા. આખો પરીવાર છેલ્લા ઘણા દિવસથી ખંડાલાના ગસ્ટ હાઉસમાં છૂપાયેલો હતો. લોકડાઉન પછી ગેસ્ટ હાઉસનો સંચાલક સતત રૂમ ખાલી કરવા માટે તેઓ ઉપર દબાણ કરી રહ્યો હતો.ત્યાર પછી આ પરીવાર 8 એપ્રિલે અમિતાભ ગુપ્તાનો પત્ર લઈને મહાબળેશ્વ જવા નિકળ્યો હતો. સાતારા પોલીસે તેને મહાબળેશ્વરથી થોડે જ દૂર પકડી લીધા હતા.

 

આઈપીએસ ગુપ્તાના પત્રમાં શું હતું
અમિતાભ ગુપ્તાએ વાધવાન પરીવારને આપેલા પત્રમાં લખ્યુ હતું કે નિચે લખેલા વ્યક્તિઓને હું સારી રીતે જાણું છું, તેઓ મારા મિત્રો જેવા છે. પરીવારમાં ઈમરજન્સીના કારણે તેઓ પુનાના ખંડાલાથી સતારાના મહાબળેશ્વરની સફર કરી રહ્યા છે. તેઓને ગંતવ્ય સ્થાને પહોંચવામાં મદદ કરવામાં આવે. આ પત્ર સાથે પરીવારના પાંચ વાહનોની વિગત પણ અપાઈ હતી. તેના આ પગલાથી મુખ્યમંત્રી ઠાકરે નારાજ થયા હતા અને ગુપ્તાને રજા ઉપર ઉતારી દેવાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post