• Home
  • News
  • RBIએ મેહુલ ચોક્સી સહિત 50 નાદારોના 68000 કરોડ રૂપિયા માંડી વાળ્યાં
post

RTIના જવાબમાં રિઝર્વ બેન્કે સ્વીકાર્યું કે ડિફોલ્ટ થયેલી રકમ જતી કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 09:45:06

મુંબઈ: રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ RIT (રાઇટ ટુ ઇન્ફોર્મેશન)માં સ્વીકાર્યું કે તેઓ ભાગેડુ મેહુલ ચોક્સી સહિત 50 જેટલા વિલફુલ ડિફોલ્ટરોની રૂ.68607 કોરડની લોનની રકમ જતી કરવામાં આવી છે. આ યાદીમાં ટોચનું સ્થાન આઇટી, પાવર, સોના-ડાયમંડ જ્વેલરી, ફાર્મા સહિત અન્ય અર્થવ્યવસ્થાના અલગ-અલગ સેક્ટર સાથે જોડાયેલા છે. આરટીઆઇમાં દેશના ટોચના 50 વિલફુલ ડિફોલ્ટર્સ પર દેવાની 16 ફેબ્રુઆરી સુધીની સ્થિતિની જાણકારી મળી છે. સંસદમાં નાણામંત્રીએ જાણકારી આપવા મુદ્દે કર્યો હતો ઇન્કાર. આરટીઆઇ એટલા માટે રજૂ કરી કેમકે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે તેઓએ ગત સંસદ સત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આ બાબતમાં જાણકારી ઉપલબ્ઘ કરાવી ન હતી. આરટીઆઇનો જવાબ આપી આરબીઆઇએ કેન્દ્રિય જનસૂચના અધિકારી અભય કુમારે જવાબો પુરા પાડ્યા હતા.

ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ પર 5492 કરોડનું દેવું
જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. 

18 કંપનીઓ પર 1000 કરોડથી વધુ, જ્યારે 25 કંપનીઓ પર આનાથી ઓછું દેવુ
18
કંપનીઓ એવી છે જેના પર એક હજાર કરોડથી વધુનું દેવું છે. હરીશ આર મહેતાની અહમદાવાદ સ્થિત ફોરએવર પ્રેશિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ્સ પ્રાઇવેટ લિમિટેડ 1962 કરોડ રૂપિયા અને ફરાર વિજય માલ્યાની નિશ્ક્રિય કિંગફિશર એરલાઇન્સ 1943 કરોડ રૂપિયાનું દેવું છે આવા અન્ય કેટલાક નામ પણ સામેલ છે. આ ઉપરાંત અન્ય 25 કંપનીઓ એવી છે જેના પર 605 કરોડ રૂપિયાથી લઇ 984 કરોડ રૂપિયા સુધીનું દેવું બાકી છે.

યાદીમાં અમદાવાદની ફોરએવર પ્રેસિયસ જ્વેલરીનું નામ પણ શામેલ
ગોખલેની RTIના જવાબમાં રિઝર્વ બેન્કે જે યાદી આપી છે તેમાં હરીશ આર. મહેતાની અમદાવાદ સ્થિત ફોરએવર પ્રેસિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડની નામ પણ છે જેના ઉપર બેન્કોના રૂ. 1962 કરોડ બાકી છે.

RBIની યાદીમાં આ નામો પણ શામેલ છે

·         મેહૂલ ચોક્સી - 5492

·         ગિલિ ઇન્ડિયા લિ. - 1447

·         REI એગ્રો લિ. - 4314

·         વિન્સમ ડાયમંડ - 4076

·         કુડોસી કેમી - 2326

·         રોટોમેક ગ્લોબલ - 2850

·         રૂચી સોયા ઇન્ડ. - 2326

·         ઝૂમ ડેવલપર્સ - 2012

·         કિંગફિશર એરલાઇન્સ - 1943

મોટા ભાગના લોકોએ નેશનલાઈઝ બેંકોની ચુકવણી કરી નથી

ગોખલેએ જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અગ્રણી નેશનલાઈઝ બેંકોની ચુકવણી કરી નથી અને તેમાંથી ઘણા ફરાર છે અથવા વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને કેટલીક મુકદ્દમા હેઠળ છે. આ યાદીમાં આઇટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, ગોલ્ડ-ડાયમંડ જ્વેલરી, ફાર્મા વગેરે સહિતના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં ટોચના 50 વિલફુલ ડિફોલ્ટર્સ શામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post