• Home
  • News
  • વિદેશોમાં ફસાયેલા ભારતીયો 7 મેથી સ્વદેશ પરત ફરશે, 12 દેશમાં 14 હજારથી વધુ નાગરિકોને લેવા 64 વિમાન જશે
post

ગૃહ મંત્રાલય મુજબ એ લોકોને પરત લવાશે જેઓમાં કોરોનાના કોઈ લક્ષણ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 09:52:01

નવી દિલ્હી : ભારત ખાડી દેશો સહિત 12 દેશમાં ફસાયેલા પોતાના નાગરિકો પરત લાવશે. સાત મેથી શરૂ થનાર આ અભિયાનમાં 12 દેશમાં 64 વિમાન મોકલાશે. આ લોકોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને બ્લૂ કોલર મજૂર સહિત 14 હજાર 800 લોકો સામેલ છે. દરરોજ લગભગ બે હજાર લોકોને લાવવાની યોજના છે. આ લોકોએ ભારત આવતા પહેલા કેટલી ઓપચારિકતા પૂરી કરવી પડશે. ભારત સરકારે દેશ પરત ફરવા ઈચ્છતા લોકોને રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું છે. તેના માટે રજિસ્ટ્રેશન ફોર્મ પણ બહાર પડાયું છે. સાથે કોરોના ટેસ્ટ પણ કરાવવો જરૂરી છે.

ગૃહ વિભાગ મુજબ માત્ર એ લોકોને પ્રવાસની અનુમતિ મળશે, જેઓમાં કોઈ લક્ષણ નથી. ભારત આવ્યા પછી જરૂરી તપાસ થશે અને 14 દિવસ સુધી ક્વોરન્ટિન કરાશે. લોકોને લાવવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. ઓપરેશન દરમિયાન આ પ્રોટોકોલનું પાનલ કરવું પડશે. વિશ્વભરના ભારતીય દુતાવાસ ત્યાં ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરી રહ્યા છે.

કયા દેશમાંથી ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવશે

UAE, UK, USA, કતાર, સાઉદી અરબ, સિંગાપોર, મલેશિયા, ફિલિપાઈન્સ, બાંગ્લાદેશ, બહેરીન, કુવૈત, ઓમાન

કયા ભારતીયો ક્યારે-ક્યારે લાવવામાં આવશે?

    પહેલો દિવસઃ એટલે કે 7 મેના રોજ 9 દેશમાંથી 2300 લોકો કોચી, કોઝીકોડ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ અને શ્રીનગર પહોંચશે.
    બીજો દિવસઃ8 દેશમાંથી 2050 ભારતીય ચેન્નાઈ, કોચી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લુરુ અને દિલ્હી આવશે.
    ત્રીજો દિવસઃ 9 દેશમાંથી 2050 ભારતીય મુંબઈ, કોચી, ત્રિચી, હૈદરાબાદ, લખનઉ અને દિલ્હી આવશે.
    ચોથો દિવસઃ 8 દેશમાંથી 1850 લોકો ત્રિવેન્દ્રમ, કોચી, ચેન્નાઈ, ત્રિચી, મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદ પહોંચશે.
    પાંચમો દિવસઃ 9 દેશમાંથી 2200 લોકો હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લુરુ, શ્રીનગર, અમદાવાદ અને કોચી પહોંચશે
    છઠ્ઠો દિવસઃ 10 દેશમાંથી 2500 લોકો હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લુરુ, શ્રીનગર, અમદાવાદ અને કોચી પહોંચશે
    સાતમો દિવસઃ 8 દેશમાંથી 1850 લોકો કોઝીકોડ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ અને અમૃતસર પહોંચશે

ભારત પરત આવવા માટેની શરતો
1.
લોકોને તેમના ખર્ચ પર કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને ભારત આવતા પહેલા ટેસ્ટ સર્ટીફિકેટ પણ આપવું પડશે
2.
તમામ લોકોને પ્લેનનું ભાડુ આપવાનું રહેશે અને દેશમાં આવ્યા બાદ 14 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે
3.
ક્વોરન્ટીનમાં રહેવામાં જે ખર્ચ થશે તે યાત્રીઓએ આપવો પડશે.
4.
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

ફ્લાઈટનું ભાડુ કેટલુ રહેશે?
લંડનથી દિલ્હીઃ 50 હજાર રૂપિયા
ઢાકાથી દિલ્હીઃ 12 હજાર રૂપિયા

શું કોરોનાના લક્ષણો જોવા મળે તો પણ યાત્રા કરવા મંજૂરી અપાશે?
નહીં, પેસેન્જર્સને બોર્ડિંગ અગાઉ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ગાઈડલાઈન્સ પ્રમાણે જે લોકોમાં સંક્રમણના લક્ષણો નથી તે જ યાત્રા કરી શકશે. યાત્રા દરમિયાન હેલ્થ મિનિસ્ટ્રી અને સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના સૂચનોનું પાલન થશે.

કયાં લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે?
ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, મેડિકલ ઈમર્સન્સીવાળા લોકો, જેમના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય અથવા કોઈ સભ્ય ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા હોય તેમ જ વિદેશોમાં ફસાયેલા ભારતીય પર્યટકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

સમુદ્ર માર્ગે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
આ કેટલું મોટુ ઓપરેશન છે?

ખાડી અને અન્ય દેશોમાંથી ભારતીયોને લાવવા માટે નેવીના 14 જહાજ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી બે માલદિવ અને એક દુબઈ જવા રવાના થયા છે. આ ત્રણેય જહાજ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 2000 લોકોને પરત લાવી શકે છે. બાકી 11 જહાજ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ અગાઉ નેવીએ વર્ષ 2015માં યમન અને વર્ષ 2006માં લેબેનોનમાંથી ભારતીયોને રેસ્ક્યૂ કર્યા હતા. ત્યાં યુદ્ધથી અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવ્યા હતા.

રેસ્ક્યૂમાં કેટલા દિવસનો સમય લાગશે?

દુબઈ મોકલવામાં આવેલા જહાજ ગુરુવારે પહોંચે તેવી શક્યતા છે. ભારતીયોને લઈ રવાના થયાના બે દિવસ બાદ આ જહાજ કોચિ પહોંચશે. માલદિવ મોકરવામાં આવેલા જહાજ ક્યારે પહોંચશે અને કેટલા દિવસે પરત આવશે તે અંગે માહિતી મળી નથી. આ ઓપરેશનમાં થનારા ખર્ચ અંગે પણ કોઈ જ જાણકારી મળી નથી.


આ ઓપરેશન માટે પ્રોટોકોલ શું છે?
લોકોને લાવતી વખતે સંક્રમણ ન ફેલાય તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. નૌસેનિકોને જહાજમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા સાથે સાવચેતી જાળવવી પડે છે. ક્રુ મેમ્બરને પણ રેસ્ક્યૂ કરવામાં આવતા લોકોને મળવાની પરવાનગી નથી. જહાજ પર ચડતા પહેલા અને ભારત પહોંચતા તેમનું સ્ક્રીનિંગ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post