• Home
  • News
  • BCCI એ ખોલ્યો ખજાનો, ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહેલા ખેલાડીઓને આપશે આટલા કરોડ
post

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ રવિવારે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાય કરી ચુકેલા દેશના ખેલાડીઓની તૈયારીઓ અને ટ્રેનિંગ માટે 10 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-21 11:28:59

નવી દિલ્હીઃ ભારતને આ વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિકમાં ખુબ આશા છે. આ પહેલા 2016માં યોજાયેલ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે માત્ર બે મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહેલા ભારતીય ખેલાડીઓની મદદ માટે બીસીસીઆઈએ મોટું પગલું ભર્યું છે. 

ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓની મદદ કરશે બીસીસીઆઈ
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ રવિવારે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાય કરી ચુકેલા દેશના ખેલાડીઓની તૈયારીઓ અને ટ્રેનિંગ માટે 10 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ભાગ લીધો હતો. 

ખેલાડીઓને તૈયારીમાં ન આવે સમસ્યા
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું- હાં, બીસીસીઆઈ ઓલિમ્પિક દળની મદદ કરશે. ભારતમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ આ માટે 10 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે. 

તેમણે કહ્યું કે આ રમકનો ઉપયોગ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાઇ કરી ચુકેલા આપણા ખેલાડીઓની તૈયારીઓ અને અન્ય ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. ખેલ મંત્રાલય અને ભારતીય ઓલિમ્પિક સંઘને આ રકમ ફાળવવામાં આવશે. 

23 જુલાઈથી શરૂ થશે ટોક્યો ઓલિમ્પિક
કિટ પ્રાયોજક તરીકે લિ નિંગના હટ્યા બાદ બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી રમકથી ચોક્કસપણે ખેલાડીઓની મદદ થશે જેમાં ટ્રેનિંગ અને અન્ય તૈયારીઓ સામેલ છે. 

અધિકારીએ કહ્યું કે, બીસીસીઆઈ હંમેશા ઓલિમ્પિક ગેમ્સના વિકાસમાં મદદ કરવામાં વિશ્વાસ રાખે છે અને આ પ્રથમવાર નથી જ્યારે બીસીસીઆઈએ મદદ કરી છે. મહત્વનું છે કે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 23 જુલાઈથી જાપાનના ટોક્યો શહેરમાં થવાનું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post