• Home
  • News
  • ટ્રમ્પ પરિવાર ઓબામા કરતા દર વર્ષે 12 ગણો પ્રવાસ કરે છે, તે પણ ફક્ત બિઝનેસના પ્રચાર માટે, ઘેટાના શિકાર પાછળ જ 57 લાખનો ખર્ચ
post

સીઆરઈડબ્લ્યુએ અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે બહાર પાડેલા બજેટ દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 10:09:02

વોશિંગટન: ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર સરકારી સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. ત્રણ વર્ષથી તેઓ એક વર્ષમાં 1 હજારથી વધુ યાત્રા કરી રહ્યા છે. ટ્રમ્પ પરિવાર એક વર્ષમાં ઓબામા પરિવારની સરખામણીએ 12 ગણી વધુ યાત્રા કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઓબામા પરિવારે 7 વર્ષમાં જેટલી યાત્રા કરી નથી, તેનાથી વધુ યાત્રાઓ ટ્રમ્પ પરિવારે એક વર્ષમાં કરી લીધી છે.  આ વાતનો ખુલાસો ટ્રેઝરી વિભાગે બહાર પાડેલા બજેટ દસ્તાવેજના વિશ્લેષણમાં થયો છે. 

સિટીઝન ફોર રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ ઈન વોશિંગટન (સીઆરઈડબલ્યુ-ક્રૂ) નામની એજન્સીએ આ દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યું છે. જેના અનુસાર આ યાત્રાઓ અંગે સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, જેના આંકડા બહાર આવ્યા નથી. જોકે, આ યાત્રામાં સામેલ એક અધિકારીના અનુસાર મંગોલિયામાં ટ્રમ્પ પરિવાર શિકાર પર ગયો હતો અને એક લુપ્તપ્રાય ઘેંટાનો શિકાર કર્યો હતો. જેના માટે મંગોલિયાના રાષ્ટ્રપતિ પાસેથી વિશેષ મંજૂરી લેવાઈ હતી. એક શિકાર પાછળ રૂ.57 લાખનો ખર્ચ થયો હતો.  ટ્રમ્પ પરિવારની યાત્રાઓને એ હકીકતથી સમજી શકાય કે તેમના પુત્ર એરિક અને ડોન જુનિયરે તેનો ઉપયોગ પોતાના વેપારને વધારવા માટે કર્યો છે. સિક્રેટ સર્વિસે 2020-21ના બજેટ અનુરદમાં એવા કેટલાક ખર્ચનો સ્પષ્ટ કરવાની માગ કરી છે, જેમં મોટા બજેટની જરૂર હોય છે. 2017માં ટ્રમ્પ પરિવારની સુરક્ષા માટે 204 કરોડનું બજેટ રખાયું હતું, પરંતુ સિક્રેટ સર્વિસે તેને ઓછું જણાવીને 456 કરોડની માગ કરી હતી. 

રિપોર્ટમાં કહેવાયું છે કે, ટ્રમ્પ પરિવાર સિક્રેટ સર્વિસની સુરક્ષાનો હકદાર છે, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિની સરખામણીએ તેના 10 ગણા વધુ ઉપયોગ અને ખર્ચના લીધે કરદાતાઓ અને સરકારી બજેટ પર ભારણ પડી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિઓએ પદ પર રહેવા દરમિયાન ખુદને બીજા કામ અને સંપત્તિમાંથી અલગ કરી દીધા હતા, પરંતુ ટ્રમ્પે આમ કર્યું નથી.  તેમણે પોતાના પુત્રને આંતરરાષ્ટ્રીય વેપારના મેનેજમેન્ટ માટે નિમ્યો છે, જે ટ્રમ્પના નામે એક વર્ષમાં કરોડો ડોલરની કમાણી કરી રહ્યો છે. 

3 વર્ષમાં 4560 યાત્રા કરી ચૂક્યો છે ટ્રમ્પ પરિવાર
પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના પરિવારે 2010થી 2016 સુધી સાત વર્ષમાં 933 યાત્રા કરી હતી, જ્યારે ટ્રમ્પ પરિવારે 2017થી અત્યાર સુધી દર વર્ષે 1300થી વધુ યાત્રા કરી છે. ત્રણ વર્ષમાં પરિવાર 4560 યાત્રા કરી ચૂક્યો છે. 

વર્ષ

યાત્રા

2017 

1311

2018

1633

2019  

1616

 

adv

Related News

post
post
post
post
post
post
post