• Home
  • News
  • અમેરિકા WHOને કુલ ફંડનો 14.67% હિસ્સો આપે છે, આ પૈકી ફક્ત 2.33% હિસ્સો કોરોના જેવી મહામારી અટકાવવા પાછળ વપરાય છે
post

અમેરિકાનું 70 % ફંડ એઈડ્સ, કેન્સર જેવા અગાઉથી નિર્ધારિત કાર્યક્રમો પાછળ ખર્ચ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 08:57:43

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ફંન્ડિંગને અટકાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના મતે WHOએ કોરોના વાઈરસ સામે ગંભીર પગલા ભરવામાં વિલંબ કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી WHOને હેલ્થ કેર તથા વિશ્વસ્તરે તમામ બીમારીઓ સામે લડવામાં મુશ્કેલી પડી શકે છે.


સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે મંગળવારે કહ્યું કે WHOનું સમર્થન કરવું જોઈએ. કારણ કે કોવિડ 19 સામે યુદ્ધ જીતવાના વિશ્વના પ્રયાસો માટે તે જરૂરી છે. ખાસ વાત એ છે કે અમેરિકા WHOનો સૌથી મોટો આર્થિક સહાયક દેશ છે. અલબત અમેરિકાના યોગદાનનો ખૂબ જ નાનો એવો હિસ્સો બીમારીના ફેલાવાને અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) શું છે?

·         WHO વિશ્વ સ્તરે આરોગ્યક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. સંગઠનની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્રના એક હિસ્સા તરીકે થઈ હતી. તેનું વડુમથક સ્વિત્ઝલેન્ડના જીનિવા ખાતે છે.

·         વિશ્વભરમાં WHOના 150થી વધારે કાર્યાલય છે. તેમાં આશરે 7 હજારથી વધારે લોકો કામ કરે છે. જોકે કોઈ પણ સભ્યનો અન્ય દેશ પર કોઈ અધિકાર હોતો નથી.

·         કોરોના વાઈરસ જેવી આપાતકાલીન સ્થિતિમાં આ સંગઠન માર્ગદર્શન આપવા, મહામારી જાહેર કરવા તથા વૈજ્ઞાનિકોને પ્રકોપ અંગે માહિતી આપવામાં મદદ કરે છે. જોકે બજેટ અને ફંડને લીધે સંગઠન પર અમેરિકા તથા ચીન જેવા શક્તિશાળી દેશ તેમ જ ગેટ્સ ફાઉન્ડેશન જેવી ખાનગી સંસ્થાનું દબાણ રહે છે.

·         કેવી રીતે મળે છે ફંડ?

·         WHOને અન્ય સભ્ય દેશો તથા ખાનગી સંસ્થાઓ પાસેથી મળે છે. અમેરિકા WHO ફંડમાં તેના કુલ બજેટનો 14.67 ટકા યોગદાન આપે છે.

·         આ ઉપરાંત અન્ય દેશ તેમની સંપત્તિ તથા જનસંખ્યા પ્રમાણે ફંડ આપતા હોય છે. જોકે આ અમેરિકાની મદદનો ચોથો ભાગ હોય છે.

·         અમેરિકા બાદ બીજો સૌથી મોટો ફંડ આપનાર દેશ બ્રિટન છે. આ દેશ તરફથી WHOને 7.79 ટકા મદદ મળે છે.

·         WHOના કુલ બજેટનો 9.76 ટકા ફંડ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી મળે છે. આ યોગદાન તમામ દેશોના ફંડિંગથી પણ વધારે છે.

મહામારી અને ઈમર્જન્સીમાં અમેરિકાના ફંડનો કેટલો ઉપયોગ થાય છે?

·         વર્ષ 2019માં અમેરિકાએ WHOને આશરે 4.2 હજાર કરોડ (553 મિલિયન ડોલર)ની મદદ કરી હતી. WHOના 2018-19ના કુલ બજેટ 6.3 અબજ ડોલર હતુ. અમેરિકાથી મળનારા ફંડનો મોટાભાગનો ઉપયોગ પોલિયો, વેક્સીન તથા અન્ય પોષણ વ્યવસ્થા પાછળ ખર્ચ થતો હતો.

·         ઈમર્જન્સી ઓપરેશનમાં અમેરિકાના ફંડ પૈકી માંડ 2.97 ટકા જ હિસ્સો ખર્ચ થાય છે. જ્યારે મહામારીને અટકાવવા કે નિયંત્રિત કરવામાં ફક્ત 2.33 ટકા હિસ્સો અમેરિકાના ફંડમાંથી વપરાય છે.

·         ઓ નીલ ઈન્સ્ટિટ્યુટ ફોર નેશનલ એન્ડ ગ્લોબલ હેલ્થ લો ડિરેક્ટર લોરેન્સ ઓ ગોસ્ટિનના મતે અમેરિકાનું 70 ટકા ફંન્ડિંગ એઈડ્સ, મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, કેન્સર અને હૃદય સંબંધિત બીમારીના ઈલાજ પાછળ ખર્ચ કરવામાં આવે છે.

 

WHOની ટીકા શા માટે થઈ રહી છે?

·         રાષ્ટ્રપતિ ટ્રમ્પે WHO પર કોરોનાને લઈ ધીમી પ્રતિક્રિયા આપવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે જાન્યુઆરીમાં ચીનથી આવનારા યાત્રીઓને નિયંત્રિત કરવાનો નિર્ણય કર્યો હતો. પણ WHOએ આર્થિક નુકસાનનું કારણ આપી આ પ્રકારના પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. જોકે સંગઠનના વિરોધમાં ટ્રમ્પ એકલા ન હતા. અને નિષ્ણાતોએ પણ WHO અંગે ચીન સરકારનો વિશ્વાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

·         જોન હોપ્કિંસ ફોર હેલ્થ સિક્યુરિટીના સિનિયર સ્કોલર ડોક્ટર અમેશ અદલજાએ જણાવ્યુ હતું કે WHOમાં ફેરફારને લઈ ચિંતા છે. સંગઠનની મેસેજ સર્વિસ પર કેટલાક સભ્ય દેશોનો પ્રભાવ છે. આ સંજોગોમાં તેની ટીકા કરવા માટે સંપૂર્ણપણે અવકાશ રહેલો છે. જોકે મને નથી લાગતુ કે મહામારીની સ્થિતિમાં કોઈ રાજકીય નિવેદન આપવું જોઈએ.

·         સ્કોલર ડો.ગોસ્ટિનના મતે રાજકીય કારણોને લીધે સંગઠનને અસર થઈ શકે છે. ટ્રમ્પ દ્વારા ફંડ અટકાવવાની વાત તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે આ મુશ્કેલીમાં શાં માટે છીએ. હવે WHOના જનરલ આ મુદ્દે ચિંતામાં છે કે એક પણ અયોગ્ય પગલુ તેમના ફંડને બંધ કરી દેશે.

·         ગોસ્ટિને કહ્યું કે અમેરિકા દ્વારા ફંડ અટકાવવાના નિર્ણય બાદ WHOના નવા આંતરરાષ્ટ્રીય નેતૃત્વમાં નવા સભ્યો સાથે ફરીથી રચના થઈ શકે છે. પણ તેનાથી વિશ્વભરમાં અમેરિકાની અસર ઓછી થશે. અમેરિકા સભ્ય દેશો સાથે પોતાનો અવાજ તથા અસરકારકતા ગુમાવી દેશે.

WHOએ કોરોનાને લઈ શું કર્યું?

·         22 જાન્યુઆરીથી જ WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડરોસ એડનોમ ગેબ્રેસર સતત કોરોનાને લઈ અપડેટ્સ આપી રહ્યા હતા. પણ સંગઠને કોરોનાની ચીનની બહાર ફેલાવાને લઈ ગંભીરતાથી લેવામાં ન આવ્યો અને ઈમર્જન્સી જણાવવામાં સંકોચ કરતા રહ્યા.

·         23 જાન્યુઆરીના રોજ ડોક્ટર ટેડરોસે કહ્યું હતું કે તે ચીનમાં ઈમર્જન્સી છે. જોકે 30 જાન્યુઆરીના રોજ WHOએ સરકારને એક્શન લેવા સલાહ આપી હતી. ત્યારબાદ સપ્તાહો સુધી સંગઠન ફક્ત ચેતવણી જ જારી કરતુ રહ્યું.

·         છેવટે 11 માર્ચના રોજ WHOએ કોરોના વાઈરસને મહામારી જાહેર કરી. વિશ્વના તમામ દેશ અને ટીકાકારોના મતે મહામારી જાહેર કરવામાં ઘણો વિલંબ કરવામાં આવ્યો.

 

ભારત WHO સાથે ક્યારે જોડાયુ હતુ ?

ભારત WHOમાં 12 જાન્યુઆરી 1948ના રોજ સામેલ થયુ હતું. સંગઠનના સાઉથ ઈસ્ટ એશિયાને લઈ પ્રથમ સત્ર વર્ષ 1948માં 4 અને 5 ઓક્ટોબરના રોજ ભારતમાં યોજાયુ. વર્તમાન સમયમાં ભારતમાં કોરોના વાઈરસ સામે WHO સરકારના પરિવાર અને આરોગ્ય કલ્યાણ વિભાગ સાથે મળી કામ કરી રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post