• Home
  • News
  • દુનિયાને દર વર્ષે જોઈએ 1.75 ધરતી, ભારતીય રીત-ભાતથી રહીએ તો 0.7 ધરતી પૂરતી છે
post

35% ભારતીય જાતે ઉગાડેલું અનાજ અને શાકભાજી ભોજનમાં લે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 11:17:01

નવી દિલ્હી: આજે દુનિયાની જે જીવનશૈલી છે, તેના હિસાબે દુનિયાને પોતાની એક વર્ષની જરૂરિયાતો પૂરી કરવા માટે ઓછામાં ઓછી 1.75 ધરતીની જરૂર છે. ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક સંસ્થાના રિપોર્ટ અનુસાર, વિકસિત દેશો અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઘણું અંતર છે. જો દુનિયાની જીવનશૈલી અમેરિકા જેવી થઈ જાય તો દુનિયાને પોતાની જરૂરિયાતો પૂરી કરવા દર વર્ષે ઓછામાં ઓછી 5 ધરતી જોઈશે. પરંતુ જો દુનિયા ભારતની જેમ જીવવા લાગે તો માત્ર 0.7 ધરતીમાં જ બધાનું કામ ચાલી જશે. 

માણસની જરૂરિયાતો માટે ધરતી પૂરતી નથી 
દર વર્ષે ધરતી પર જળ અને વનસ્પતિનું પુન:નિર્માણ થાય છે. જોકે, છેલ્લાં 100 વર્ષથી દર વર્ષે પ્રાકૃતિક સંપત્તિનું જેટલું પુન:નિર્માણ થાય છે, માણસ તેનાથી વધુ વાપરી નાખે છે. વિશેષજ્ઞોનું અનુમાન છેકે, એક વર્ષમાં એકઠી થયેલી સંપત્તિને માણસ વર્ષની કઈ તારીખે સમાપ્ત કરી રહ્યો છે. આ તારીખને ઓવરશૂટ ડેકહેવાય છે. 2019માં માણસે એક વર્ષ માટે મળેલી સંપત્તિનો ઉપભોગ 29 જુલાઈ સુધીમાં જ કરી નાખ્યો હતો. 

જો દુનિયા ભારતની આ રીત-ભાત અપનાવી લે 

·         બચતની ભાવના અને કોઈ પણ વસ્તુનો જરૂર કરતાં ઓછો ઉપયોગ, ભારતની સંસ્કૃતિનો ભાગ છે. જો દુનિયા આ સંસ્કૃતિ અપનાવી લે તો સૌના માટે ધરતી પર્યાપ્ત હશે. ઉદાહરણ તરીકે, અમેરિકાની સરખામણીમાં ભારતની વસતી ચાર ગણાથી પણ વધુ છે, તેમ છતાં અમેરિકામાં ઈંધણનો વપરાશ ભારતથી 16 ગણો વધુ છે. 

·         વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઉપભોક્તા પોતાના પર્યાવરણ અંગે સૌથી વધુ જાગૃત છે. 

·         નેશનલ જિયોગ્રાફિકની ગ્રીનડેસ્કનો રિપોર્ટ કહે છે, ભારતીય લોકો પોતાનાં માટે ફોર વ્હિલરનો ઉપયોગ ઓછો કરે છે. મોટાભાગના ભારતીય ટુ વ્હીલર કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. 

·         35% ભારતીય જાતે ઉગાડેલું અનાજ અને શાકભાજી ભોજનમાં લે છે. 

જોકે, ભારતની મુશ્કેલી તેની વસતી છે 
પર્યાવરણશાસ્ત્રી સીમા જાવેદના જણાવ્યા અનુસાર મોટી વસતી, ભારતની સમસ્યા છે. અહીં દરેક વ્યક્તિ પાસે 0.4 ગ્લોબલ હેક્ટર જમીન જેટલી પ્રાકૃતિક સંપત્તિ છે, પરંતુ જરૂર વ્યક્તિ દીઠ એક ગ્લોબલ હેક્ટરની છે. આટલી જમીન ભારત પાસે નથી. ભારતને તેની વસતીના પોષણ માટે દર વર્ષે ‘2.7 ભારતજેટલી પ્રાકૃતિક સંપત્તિ જોઈએ.  

 

adv

Related News

post
post
post
post
post
post
post