• Home
  • News
  • વિશ્વના ધનિકો, સેલિબ્રિટીઝનું 7.5 લાખ કરોડનું દાન જ્યારે આપણા સ્ટાર હાથ ધોતાં શીખવે છે!
post

બિલ ગેટ્સ ફાઉન્ડેશન કોરોનાની રસી-ઉપચાર માટે રૂ.750 કરોડ આપશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 08:46:11

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સામે પૂરી દુનિયામાં જનતાથી માંડીને સરકાર સૌ પોતપોતાની રીતે લડી રહ્યા છે. ધનિકો, સેલિબ્રિટીઝથી માંડીને સ્પોર્ટ સંસ્થાઓએ કોરોના સામે લડવા કરોડો રૂપિયાનું દાન કર્યું છે જ્યારે ભારતના અબજપતિ અને તમામ સેલિબ્રિટીઝ હાથ ધોવા પર તથા અન્ય બાબતો પર જ્ઞાન આપી રહી છે. બિલ ગેટ્સે તેમના ફાઉન્ડેશન દ્વારા કોરોનાની રસી બનાવવા અને આફ્રિકા-એશિયામાં સારવારનું માળખું તૈયાર કરવા 750 કરોડ રૂ.નું દાન કરવાની જાહેરાત કરી છે. તેઓ આ અગાઉ પણ 1 કરોડ ડોલર આપી ચૂક્યા છે. અલીબાબાના ફાઉન્ડર જેક મા પણ રસી માટે 100 કરોડ રૂ. આપી ચૂક્યા છે. તેમણે અમેરિકાને 5 લાખ ટેસ્ટિંગ કિટ અને 10 લાખ ફેસ માસ્ક પણ મોકલ્યા છે જ્યારે ભારતમાં સચિન, રોહિત શર્મા અને પી. વી. સિંધુ જેવી સેલિબ્રિટીઓ હાથ કેવી રીતે ધોવા તેના વીડિયો શૅર કરી રહી છે.


ઇટાલીમાં 18 ધનિકોએ 250 કરોડનું દાન કર્યું
ઇટાલીમાં કોરોના સામે લડવા ત્યાંના ધનિકોએ 250 કરોડ રૂ.થી વધુ દાન કર્યું છે. ફેશન લેજન્ડ અરમાનીએ મિલાન, રોમમાં હોસ્પિટલોને 10 કરોડ રૂ.ની સહાય કરી છે. અમેરિકન પોપ સ્ટાર રિહાન્નાએ વેન્ટિલેટર ખરીદવા 10 કરોડ રૂ. દાન કર્યા છે.


વેદાંતા 100 કરોડ આપશે, મહિન્દ્રાની વેન્ટિલેટરની ઓફર
વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે કોરોના સામે લડવા 100 કરોડ રૂ. આપવાની જાહેરાત કરી છે જ્યારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ રવિવારે ટ્વીટ કરીને વેન્ટિલેટર બનાવવાની ઓફર કરતા કહ્યું કે અમે આ જોખમ સામે લડવા કામ શરૂ કરી ચૂક્યા છીએ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post