• Home
  • News
  • ડ્રેગનને પછાડવા ભારતીય સેનાના જવાનો માઈનસ 80 ડિગ્રીમાં પણ આ રીતે કરે છે રક્ષા
post

જવાનો દ્વારા નદી પાર કરવા પાણીમાં પથ્થરો પર લોખંડની ચેનલ નાખી પુલ બનાવવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 11:56:13

ચીન (China) સામે સરહદે ભારત (India) આંખમાં આંખ મિલાવીને તેનો સામનો કરી રહ્યું છે. ભારતીય સેના (Indian Army)ના જાંબાજ જવાનોની બહાદુરીની મિશાલ દુનિયા આખી જોઈ રહી છે. ભારત સાથે સરહદી વિવાદ મામલે શિંગડા ભરાવનારા ચીનને તેના સૈનિકો વારાફરતી ફેરબદલ કરવા પડે છે જ્યારે બીજી બાજુ આટલા આકરા શિયાળા (Winter)માં પણ ભારતીય સેનાના જવાનો લેહ સેક્ટર (Leh Sector) માં ગલવાન ખીણ (Galwan Vally) માં રોજ 50 કિ.મી. પેટ્રોલિંગ કરે છે.


જવાનો દ્વારા નદી પાર કરવા પાણીમાં પથ્થરો પર લોખંડની ચેનલ નાખી પુલ બનાવવામાં આવે છે. જ્યાં પથ્થર નથી હોતા, ત્યાં હૂકવાળા દોરડા ફેંકીને આગળ વધાય છે. બાદમાં પરત ફરીને થોડો આરામ કરીને ફરી પાછા પેટ્રોલિંગની સમીક્ષા શરૂ કરે છે.

ચીને ફરી એક વખત સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતીય જવાનોએ એ નિષ્ફળ બનાવી દીધો. 20 જાન્યુઆરીના રોજ સિક્કિમના નાકુ લામાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં ચીનના 20 અને ભારતના ચાર જવાનને ઈજા થઈ હતી. આ અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે આ અથડામણ સામાન્ય હતી. બાદમાં વાતચીત થકી મામલો થાળે પડી ગયો છે.

અગાઉ સિક્કિમના નાકુ લામાં ગયા વર્ષે 9 મેએ ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. બાદમાં ચીને પૂર્વ લદાખના પેંગોંગ લેક વિસ્તારમાં છમકલાં કર્યાં હતાં. આશરે 10 માસથી બંને દેશ વચ્ચે તણાવ જારી છે.

ચીન સેનાએ પૂર્વ લદાખ ઉપરાંત સિક્કિમ સહિત અનેક સ્થળે તહેનાત જવાનો ઘટાડ્યા છે, પરંતુ ભારતીય જવાનો હજુ અડીખમ છે. તે ચીનની દરેક હિલચાલ પર નજર રાખી જવાબ આપવા તૈયાર છે. ભારતીય ક્ષેત્રમાં તમામ પોઈન્ટ પર હવામાન ખરાબ હોવા છતાં જવાનો દૃઢ મનોબળ સાથે દેશની સુરક્ષા કરી રહ્યા છે.

એલએસી પર યુદ્ધના મેદાનમાંથી પહેલીવાર ચિની આર્મીના કેમ્પની તસવીર સામે આવી છે. આ ફોટો પેંગોંગ-ત્સો ના દક્ષિણમાં કૈલાસ શ્રેણીની તળેટીમાં આવેલ કાર-વેલીનો છે. આ તસવીરો જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ચૂશુલ સેક્ટરમાં ભારતીય સૈન્ય શા માટે ચીન પર પ્રભુત્વ ધરાવે છે. આ પહેલીવાર છે જ્યારે યુદ્ધના મેદાનમાં ચીની સૈન્યના છાવણીની તસવીરો સામે આવી છે. અત્યાર સુધીમાં ફક્ત સેટેલાઇટ ફોટા જ સામે આવતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post