• Home
  • News
  • બ્રાવો સહિત CSKના ત્રણ ખેલાડીઓ UAE પહોંચ્યા, ટીમે T-20માં 500 વિકેટ લેનાર પ્રથમ બોલર માટે સ્ટેડિયમના આકારની કેક કાપી
post

ડ્વેન બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગ રમીને મિશેલ સેન્ટનર અને ઇમરાન તાહિર સાથે UAE પહોંચ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:55:39

ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK)નો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પોતાની ટીમ ત્રિનિદાદ નાઈટ રાઇડર્સને કેરેબિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતાડયા પછી IPL UAE પહોંચ્યો છે. તેનું અહીં ખૂબ જ શાનદાર રીતે સ્વાગત થયું હતું. બ્રાવોએ રવિવારે તેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આમાં તેણે હોટલનો રૂમ બતાવ્યો હતો જ્યાં CSKએ તેના માટે એક ખાસ ગિફ્ટ તૈયાર કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બ્રાવો માટે CSKએ કેકની વ્યવસ્થા કરી હતી, જે દેખાવમાં મીની ક્રિકેટ સ્ટેડિયમ જેવી હતી. તેને T-20માં 500 વિકેટ લેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં બ્રાવોએ લખ્યું- ચેમ્પિયન વેલકમ, ફરીથી CSK જોડાવવું શાનદાર રહ્યું.

બ્રાવો 6 દિવસ માટે કવોરન્ટીનમાં રહેશે

બ્રાવોની સાથે મિશેલ સેન્ટનર અને ઇમરાન તાહિર પણ IPL રમવા UAE પહોંચ્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ 6 દિવસ કવોરન્ટીનમાં રહેવું પડશે. તે પછી કોરોના રિપોર્ટ નેગેટિવ આવવા પર જ ટીમ સાથે જોડાય શકશે. તેવામાં આ ત્રણેય 19 સપ્ટેમ્બરે ઓપનિંગ મેચ નહિ રમી શકે.

બ્રાવો T-20માં 500 વિકેટ લેનાર પહેલો બોલર

·         બ્રાવો CPL દરમિયાન T-20માં 500 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો હતો. તેણે 10 મેચમાં 9 વિકેટ લીધી હતી.

·         વેસ્ટ ઇન્ડીઝના આ બોલરે IPLની 134 મેચમાં 23.17ની એવરેજથી 1483 રન બનાવ્યા છે. તેમજ 147 વિકેટ ઝડપી છે.

·         બ્રાવો સિવાય કોલકાતા નાઇટ રાઈડર્સ તરફથી રમનાર આન્દ્રે રસેલ અને સુનિલ નારાયણ પણ UAE પહોંચ્યા છે.

·         KKRએ પણ આ બંનેની તસવીર શેર કરી. KKRની પહેલી મેચ 23 સપ્ટેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે.

·         મુંબઇએ પણ કાયરન પોલાર્ડનું UAE પહોંચવા પર સ્વાગત કર્યું.

·         બધા ખેલાડીઓએ 6 દિવસ કવોરન્ટીન રહેવું પડશે અને તે પછી જ ટીમ સાથે જોડાય શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post