• Home
  • News
  • ત્રણ સાંસદોની માંગ- ચીને અમારા 44 જિલ્લાની 158 એકર જમીન પર કબજો કર્યો, PM પાછી અપાવે
post

ચીને નેપાળના હુમલા, સિંધુપાલચૌક, ગોરખા અને રસુવા જિલ્લાની ઘણી હેક્ટર જમીન પર કબજો કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:13:03

કાઠમાંડુ: નેપાળના ઘણા વિસ્તારો પર ચીને કબજો કર્યા હોવાનું સામે આવ્યા પછી તેના વિરુદ્ધ અવાજ ઉઠવા લાગ્યો છે. વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસના ત્રણ સાંસદોએ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને ચિઠ્ઠી લખીને ચીન પાસેથી જમીન પાછી લેવાની માંગ કરી છે. સાંસદોના જણાવ્યા પ્રમાણે, ચીને નેપાળના ઘણા જિલ્લાની 64 હેક્ટર(લગભગ 185 એકર) જમીન પર કબજો કર્યો છે. જેમાંથી હુમલા, સિંધુપાલચૌક, ગોરખા અને રસુવા જિલ્લો સામેલ છે. આ ચિઠ્ઠી પ્રતિનિધિ સભાના સચિવ દ્વારા વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવી છે.

આખુ ગામ હવે ચીનના કબજામાં
સાસંદોએ કહ્યું કે, ચીન અને નેપાળ સીમા પર આવેલા પિલર નંબર 35ને ચીને પોતાની બાજુ શિફ્ટ કરી લીધું છે. જેનાથી ગોરખા જિલ્લાના રુઈ ગુવાન તેમના કબજોમાં આવી જશે. હવે આ ગામના 72 પરિવારને ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર(TAR)ના નાગરિક ગણાવાઈ રહ્યા છે. ધારચૂલા જિલ્લાના 18 ઘરો પર પણ ચીન પોતાનો દાવો કરી રહ્યું છે.

રુઈ ગુવાન પર 60 વર્ષથી ચીનનો કબજો
નેપાળની જમીન પર ચીનના કબ્જાનો ખુલાસો બુધવારે લોકલ અખબારેઅન્નપૂર્ણા પોસ્ટકર્યો હતો. અખબારના જણાવ્યા પ્રમાણે, રુઈ ગુવાન ગામમાં 60 વર્ષથી ચીનનું રાજ ચાલી રહ્યું છે. નેપાળની સરકારે પણ ક્યારે તેનો વિરોધ કર્યો નથી. નેપાળ સરકારના સત્તાવાર નક્શામાં પણ આ ગામ નેપાળની સીમાની અંદર જ બતાવવામાં આવ્યું છે. ગોરખા જિલ્લાની રેવેન્યૂ ઓફિસમાં પણ રુઈ ગુવાન ગામના લોકોના ટેક્સ વસુલાતના દસ્તાવેજ છે. જો કે, અહીંયા નેપાળ સરકાર વધારે એક્ટિવ નથી. કદાચ આજ કારણે આ વિસ્તાર પર ચીને કબજો કરી લીધો છે.

ચીન માર્કિંગ કરી રહ્યું છે
ચીને જે જગ્યાએ કબજો કર્યો છે તેના માટે ક્યારેય નેપાળ સાથે સમજૂતી નથી થઈ. આ માત્ર સરકારી બેદકારીનું જ પરિણામ છે. બન્ને દેશોએ સીમા નક્કી કરીને પિલર લગાડવા માટે 1960માં કામ શરૂ કર્યું હતું. પરંતુ જાણી જોઈને પિલર નંબર 35ને એવી જગ્યાએ લગાડવામાં આવ્યો હતો, જેનાથી નેપાળનો વિસ્તાર ચીનમાં જતો રહે. આ ઉપરાંત તે હવે ચેકમ્પાર સીમાના ઘણા વિસ્તારો પર પણ પિલર લગાડીને માર્કિંગ શરૂ કરી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post