• Home
  • News
  • IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર, કોણ જીતનું ખાતું ખોલાવશે?
post

IPL 2024 સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આમને-સામને હશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે સાડા સાત કલાકે રમાશે. જેમાં જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-27 12:00:34

હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનની 8મી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમો સામસામે ટકરાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં IPL ઈતિહાસના સૌથી મોંઘા કેપ્ટન પેટ કમિન્સ અને હાર્દિક પંડ્યા વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં બંને સૌથી મોંઘા કેપ્ટન આમને-સામને ટકરાશે. કેમ કે હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી કમિન્સને એક સિઝન માટે 20.50 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. જ્યારે પંડ્યાને મુંબઈ દ્વારા ટ્રેડ કરીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને 15 કરોડ રૂપિયા મળે છે.


બંને ટીમો આજે જીતનું ખાતું ખોલશે

બીજી તરફ આ સિઝનમાં મુંબઈ અને હૈદરાબાદ બંને ટીમો અત્યાર સુધી જીતનું ખાતું ખોલાવી શકી નથી. આ તેની બીજી મેચ હશે. આવી સ્થિતિમાં આજે પંડ્યા અને કમિન્સ બંને જીતનું ખાતું ખોલાવવાનો પૂરો પ્રયાસ કરશે. હૈદરાબાદને તેની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા 4 રનથી હરાવ્યું હતું. જ્યારે મુંબઈ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના હાથે 6 રનથી હારી ગયું હતું. આ સ્કોર પરથી સમજી શકાય છે કે બંને ટીમો પોતાની પ્રથમ મેચ ખૂબ જ રોમાંચક રીતે હારી છે.

 

મુંબઈની ટીમ હંમેશા હૈદરાબાદ પર હાવી રહી છે

જો રેકોર્ડ પર નજર કરીએ તો હૈદરાબાદ સામે મુંબઈનો હંમેશા ઉપર હાથ રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ 12 અને હૈદરાબાદે 9 મેચ જીતી છે. જો છેલ્લી 5 મેચના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં મુંબઈ ઈન્ડિયન્સનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો છે. 5માંથી તેણે 4 મેચ જીતી હતી, જ્યારે હૈદરાબાદે એક મેચ જીતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post