• Home
  • News
  • કોરોનાવાઇરસના કારણે ટોક્યો ઓલિમ્પિક 2020 મુલતવી રાખવામાં આવી
post

કોરોનાવાઇરસના કારણે 192 દેશમાં 16 હજારથી વધુ લોકોના મોત થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 10:07:16

ટોક્યો : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(IOC)ના સભ્ય રિચાર્ડ પાઉન્ડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ વર્ષે જુલાઈમાં યોજાનારી 2020 ટોક્યો ગેમ્સ કોરોનાવાઇરસના કારણે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે.

યુએસએ ટુડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં પાઉન્ડે કહ્યું કે, "IOCએ આપેલી માહિતીના આધારે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંથી આગળનો શેડ્યુલ કઈ રીતે ગોઠવાશે, તે નક્કી નથી પરંતુ 24 જુલાઇએ રમતો શરૂ થવાની નથી, તે મને ખબર છે. "

IOC દ્વારા સમર ગેમ્સના ભાવિ વિશેની બેઠક યોજાયાના 24 કલાક પછી પાઉન્ડે નિવેદન આપ્યું છે. કમિટીના ચીફ થોમસ બેચે જણાવ્યું કે રદ્દ કરવું એ કોઈ વિકલ્પ નથી, ટોક્યોમાં ઓલિમ્પિક અંગેનો અંતિમ નિર્ણય આગામી ચાર અઠવાડિયામાં લેવામાં આવશે.

જાપાનના પીએમ શિંઝો આબેએ આજે વહેલી સવારે સંસદમાં કહ્યું હતું કે, "પોસ્ટપોન્ડ કરવું વધુને વધુ અનિવાર્ય લાગી રહ્યું છે."

હાલમાં એ જાહેર નથી થયું કે ઓલિમ્પિક ગેમ્સ હવે ક્યારે રમાશે અને શું તેનું આયોજન ટોક્યોમાં જ થાય છે કે નહિ, તે જોવાનું રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post