• Home
  • News
  • ફરવા જવા ધસારો પણ 90% પોતાની જ ગાડીમાં જશે, આબુ, ઉદેપુર, કેવડિયા ટેન્ટ સિટી પહેલી પસંદ
post

ગોવા, કેરળ સહિત અન્ય દૂરનાં ટુરિસ્ટ સ્થળો માટે હજુ બુકિંગ શરૂ થયું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 10:26:14

અમદાવાદ: જન્માષ્ટમી અને ત્યારબાદ 15 અને 16 ઓગસ્ટની રજા આવતા ફરવાના શોખીન ગુજરાતીઓ 3થી 4 દિવસના પ્રવાસે નીકળી પડ્યા છે. જે લોકો ફરવા ગયા છે તેમાંના 90 ટકા લોકો પર્સનલ કે મિત્રોની ગાડી લઈને ગયા છે. જ્યારે 10 ટકા લોકો જ ભાડાંની કાર બુક કરીને ફરવા ગયા છે.

ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ ઇન્ટર ટુરિઝમ શરૂ થતાં લોકોએ માઉન્ટ આબુ, ઉદયપુર, કુંભલગઢ, મહાબલેશ્વર, લોનાવાલા જેવા સ્થળોનું બુકિંગ કરાવ્યું છે. જ્યારે રાજ્યમાં પોળોના ટેન્ટ સિટીની સાથે કેવડિયા ટેન્ટ સિટી માટે પણ લોકોએ બુકિંગ કરાવ્યું છે. સરકારી ગાઈડલાઈનના પગલે આ હોટલ અને રિસોર્ટ માલિકોએ 40થી 50 ટકા બુકિંગ જ શરૂ કર્યું છે અને તે પણ નોર્મલ ભાવ કરતા 50થી 60 ટકા ડિસ્કાઉન્ટ સાથે. હજુ દૂરના સ્થળોનું બુકિંગ શરૂ થયું નથી.

ગોવા, કેરળ સહિત અન્ય દૂરનાં ટુરિસ્ટ સ્થળો માટે હજુ બુકિંગ શરૂ થયું નથી
ટૂર ઓપરેટ મનીષ શર્માએ જણાવ્યું કે, ઇન્ટર સ્ટેટ ઉપરાંત રાજ્યમાં પણ લોકો 1થી 2 દિવસના પ્લાનિંગ સાથે પોળોના જંગલમાં તેમજ કેવડિયા ખાતે આવેલી ટેન્ટ સિટીમાં ફરવા જઈ રહ્યા છે. વધુમાં ફરવા જતા લોકોમાં 60 ટકા જેટલા લોકો પરિવાર સાથે જ્યારે 35થી 40 ટકા લોકો મિત્રો સાથે ગ્રુપમાં ફરવા જઈ રહ્યા છે. જો કે ગોવા, કેરાલા સહિત અન્ય દૂરના ટુરિસ્ટ સ્થળો માટે હજુ પણ બુકિંગ શરૂ થયું નથી.

ખાનગી-સરકારી બસોનું બુકિંગ હજુ બંધ
ટૂર ઓપરેટર આલાપ મોદીએ કહ્યું કે, ફરવા જતા મોટા ભાગના લોકો પર્સનલ ગાડીમાં જ જઈ રહ્યા છે. જ્યારે અનેક લોકો મોટી કાર બુક કરાવી ફરવા જઈ રહ્યા છે. જો કે ખાનગી કે સરકારી બસોની બુકિંગ હજુ પણ બંધ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post