• Home
  • News
  • ચીન જેવા રમકડાં બનશે રાજકોટમાં, કિંમતમાં પણ 15 ટકા સસ્તા પડશે
post

હવે રિમોટ કંટ્રોલ કાર, ડોક્ટર સેટ, બ્યુટી સેટ સહિતના રમકડાં બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 11:10:19

રાજકોટ: ડીઝલ એન્જિન, ઓટોમોબાઈલનું હબ ગણાતું રાજકોટ હવે રમકડાંના ઉત્પાદન માટે આત્મનિર્ભર બન્યું છે.પહેલા અહીં નાના જ રમકડાં બનતા હતા પરંતુ હવે અહીં રિમોટ કંટ્રોલ કાર, ડોક્ટર સેટ, બ્યુટી સેટ, પુલબેગ સહિતના મોટા રમકડાં બનવાનું શરૂ થતા દેશભરમાંથી રોજની ઈન્કવાયરી 10 ગણી વધી છે.

રમકડાંના ઉત્પાદન માટે ટેક્નોલોજીનો ઉપયોગ થતા ચીનની સરખામણીએ 15 ટકા કોસ્ટ નીચી આવશે. રમકડાંનું ઉત્પાદન જે મશીનરીથી થાય છે.તેમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં વપરાતા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટા રમકડાંનું ઉત્પાદન થતા બહેનો પણ આત્મનિર્ભર બની છે. આ ઉદ્યોગ થકી રાજકોટ, મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની 700 બહેનો રોજીરોટી મેળવી રહી છે.

ઉદ્યોગપતિ અરવિંદભાઇ ઝાલા જણાવે છે કે, કોરોના પછી અને ભારત સાથેના ચીનના સંબંધ બગડ્યા પછી સામાન્ય વ્યક્તિના મેલ આવવાની શરૂઆત થઇ ગઈ હતી. જેઓ પૂછતા હતા કે, અમારે મેડ ઈન ઇન્ડિયાના રમકડાં લેવા છે પણ મળતા નથી. અાથી કહી શકાય કે હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે. ઝડપી ઉત્પાદન થઇ શકે તે માટે નવી મશીનરી વસાવવામાં આવી. કેટલીક મશીનરી તાઈવાનથી મગાવી છે તો કેટલાક પાર્ટસ મોરબીના ઘડિયાળ ઉદ્યોગના વાપરવામાં આવ્યા છે.

સ્કિલ્ડ લેબરની મદદથી રોજ 15 કલાક રિસર્ચ કર્યું
ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં ચીન સામે ટકી રહેવા માટે સૌથી મોટો પડકાર એ ટેક્નોલોજી અને સ્કિલ્ડ લેબરનો હતો. ચીનમાં કેવી રીતે રમકડાંનું ઉત્પાદન થાય છે તેનું રિસર્ચ કર્યું અને મોટા રમકડાં બનાવવાની શરૂઆત કરી. મોટા રમકડાં બનાવવા એ અઘરું હતું, પણ આ કામ રિસર્ચને કારણે સરળ બન્યું. સ્કિલ્ડ લેબરની મદદથી રોજ 15 કલાક રિસર્ચ કરવામાં આવતું હતું. > અરવિંદભાઇ ઝાલા, ઉદ્યોગપતિ

 

adv

Related News

post
post
post
post
post
post
post