• Home
  • News
  • વેપારીઓ ન માન્યા:રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્વયંભૂ લોકડાઉનના નિર્ણયનો ઉલાળ્યો, બસપોર્ટ પાસેની તમામ દુકાનો ખુલ્લી, પાન એસો.ને મિશ્ર પ્રતિસાદ
post

મંદીથી કંટાળેલા વેપારીઓએ ચેમ્બરને સાથ ન આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-10 16:46:01

રાજકોટમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિ-રવિ બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ હતું. પરંતુ આજે શનિવારે રાજકોટ બસ પોર્ટ વિસ્તારની તમામ બજારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી. આથી ચેમ્બરના નિર્ણયનો વેપારીઓ ઉલાળ્યો કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સવિયા પાન-બીડી એસોસિએશન દ્વારા પણ શનિ-રવિ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

પાન એસોસિએશનના એલાનને મિશ્ર પ્રતિસાદ
રાજકોટ શહેરમાં અમુક વિસ્તારોમાં પાનની દુકાનો વહેલી સવારથી બંધ જોવા મળી રહી છે તો અમુક પાનની દુકાન વહેલી સવારથી ખુલ્લી જોવા મળી હતી. પાન એસોસિએશન દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે શનિવાર અને રવિવાર પાનની દુકાનો સ્વયંભૂ બંધ રહેશે. જોકે પાન એસોસિએશનના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રાજકોટમાં પાંચ હજાર કરતા વધુ પાનની દુકાનો આવેલી છે.

રાજકોટ ચેમ્બરને ખાણી-પીણી બજારનો પ્રતિસાદ ન મળ્યો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને ખાણી-પીણી બજારનો પ્રતિસાદ પણ મળ્યો નથી. બસપોર્ટ વિસ્તારની તમામ જગ્યા પર બજારો ખુલ્લી જોવા મળી રહી છે. મંદીથી કંટાળેલા લોકોએ ચેમ્બરને સાથ આપ્યો નથી. પાન, માવા, નાસ્તા અને ટી સ્ટોલ સહિતના વ્યવસાય ખુલ્લા જોવા મળી રહ્યાં છે. વૈશ્વિક મંદી લોકોને માઠી અસર પહોંચાડી રહી છે.

દાણાપીઠની દુકાનો પણ સવારથી ખુલ્લી જોવા મળી
રાજકોટની દાણાપીઠ બજાના વેપારીઓએ પણ ચેમ્બરને સાથ આપ્યો નથી. ચેમ્બરના બંધનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, દુકાન બંધ રાખવી પોસાય તેમ નથી. વેપારીઓએ વહેલી સવારથી જ બજારો ખોલી વેપાર-ધંધામાં લાગી ગયા છે. દાણાપીઠ ઉપરાંત મોચી બજાર અને મચ્છી માર્કેટ સહિતના વિસ્તારો સવારથી ખુલ્લા જોવા મળી રહ્યાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post