• Home
  • News
  • આવેશનો ત્રિપલ એટેક:5 બોલમાં 3 વિકેટ ઝડપી, એક બાઉન્સરથી 10 મિનિટ સુધી મેચ રોકવી પડી; પિતાને જીતનો શ્રેય આપ્યો
post

આવેશ ખાને મેચમાં 18 રન આપી 4 વિકેટ લીધી હતી. આવેશ ખાનની ત્રીજી ઓવર (ઈનિંગની 15મી ઓવર) ઘણી રસપ્રદ રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-18 15:32:08

રાજકોટઈન્ડિયન ટીમે રાજકોટમાં રમાયેલી ચોથી T20 ઈન્ટરનેશનલ મેચમાં દ.આફ્રિકાએ 82 રનથી હરાવી દીધું છે. આ જીતની સાથે જ ભારતીય ટીમે મેચની સિરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. ભારતની આ જીતનો હીરો ઈન્દોરનો રહેવાસી ફાસ્ટ બોલર આવેશ ખાન છે.

આવેશ ખાને મેચમાં 18 રન આપી વિકેટ લીધી હતી. આવેશ ખાનની ત્રીજી ઓવર (ઈનિંગની 15મી ઓવર) ઘણી રસપ્રદ રહી હતી. આ ઓવરમાં આવેશે ત્રણ વિકેટ લીધી અને આફ્રિકન ખેલાડી માર્કો યાન્સેને પોતાના ફાસ્ટ બાઉન્સરથી ડરાવી દીધો હતો. બાઉન્સર એટલો આક્રમક હતો કે મેચને 10 મિનિટ સુધી રોકવી પડી. આવેશે આ મેચ પોતાના પિતાને સમર્પિત કરી હતી. શુક્રવારે તેમના પિતાનો જન્મ દિવસ હતો.

 

આવેશની ઓવર પર નજર કરીએ...

·         પહેલો બોલઃ બેક ઓફ લેન્થ બોલને માર્કો યાન્સને થર્ડ મેન પર રમી એક રન લીધો

·         બીજો બોલઃ દ.આફ્રિકાનો ધીમો રન રેટ ફાસ્ટ કરવા ડૂસેને લોફ્ટેડ શોટ રમ્યો જેનો કેચ ડિપ મિડવિકેટ પર ઋતુરાજ ગાયકવાડે પકડી લીધો હતો.

·         ત્રીજો બોલઃ આવેશની ફાસ્ટ બાઉન્સર યાન્સનના માથાના પાછળના ભાગ પર વાગ્યો. તે આ દરમિયાન દર્દથી કણસતો જોવા મળ્યો હતો. ત્યારપછી કન્કશન નિયમના કારણે ફીઝિયોએ ગ્રાઉન્ડ પર જઈને રૂટીન ચેકઅપ કર્યું હતું. લગભગ 10 મિનિટ સુધી મેચ રોકવી પડી હતી.

·         ચોથો બોલઃ બાઉન્સર વાગ્યા પછી યાન્સને ડીપ મિડવિકેટ પર શોટ રમ્યો જેનો સીધો કેચ ગાયકવાડના હાથમાં આવી ગયો હતો.

·         પાંચમો બોલઃ આવેશે વધુ એક બાઉન્સર ફેંક્યો. તેનો બાઉન્સ પરખી ન શકતા વિકેટકીપર રિષભ પંત પણ બોલ રોકી ન શક્યો અને દ.આફ્રિકાને રન બાયમાં મળ્યા હતા.

·         છઠ્ઠો બોલઃ આવેશે કેશવ મહારાજની વિકેટ લીધી અને આ ઓવરમાં ખેલાડીને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ત્યારપછી દ.આફ્રિકાની ટીમ ધ્વસ્ત થઈ ગઈ હતી.

પહેલી ત્રણ મેચમાં આવેશ વિકેટ નહોતો લઈ શક્યો
આવેશ ખાન આ સિરીઝની પહેલી મેચમાં વિકેટ નહોતો લઈ શક્યો. તેવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટની પસંદગી સામે સવાલો ઉઠી રહ્યા હતા. જોકે આ વખતે આવેશે વિકેટ ઝડપી પોતાના દમ પર મેચ જિતાડી દીધી હતી. ભારતીય ટીમની બાજી પલટી દીધી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post