• Home
  • News
  • રાષ્ટ્રપતિ પદેથી હટતાની સાથે જ ડૉનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે, થઈ શકે છે જેલભેગા
post

કોહેનની ત્પાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદના એક ઉમેદવાર ગુનાહિત ગતિવિધિઓ સાથે કથિત રીતે સંકળાયેલા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 12:05:55

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે અને અમેરિકાના લોકોએ જો બાઈડેનને પોતાના રાષ્ટ્રપતિ પસંદ કરી લીધી છે. ડૉનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના પોતાના બીજા કાર્યકાળમાં કમબેક કરી શક્યા નથી. જોકે આ ટ્રમ્પનો માત્ર ચૂંટણી પરાજય જ નથી હજી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. રાષ્ટ્રપતિ પદેથી હટતા જ ટ્રમ્પને જેલભેગુ પણ થવુ પડી શકે છે.

એક અહેવાલ પ્રમાણે, નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પના કાર્યકાળમાં થયેલા કથિત કૌભાંડની તપાસથી જાણવા મળે છે કે, રાષ્ટ્રપતિ પદથી હટતાની સાથે જ તેમના વિરૂદ્ધ ગુનાહીત કાર્યવાહીની સાથો સાથે ગંભીર આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ પદ પર રહેતા ટ્રમ્પ વિરૂદ્ધ અપરાધીક કાર્યવાહી ના કરી શકાય.

પેસ યૂનિવર્સિટીમાં કોનસ્ટીચ્યૂશનલ લૉના પ્રોફેસર બૈનેટ ગર્શમેને કહ્યું હતું કે, એ વાતની પ્રબળ શક્યતા છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ ગુનાહિત કેસ ચલાવવામાં આવી શકે છે. પ્રોફેસર બૈનેટ ગર્શમેને ન્યૂયોર્કમાં એક દાયાક સુધી અભિયોક્તા તરીકે સેવા આપી છે. ગર્શમેને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર બેંકમાં ગેરરીતિ, ટેક્ષ ગેરરીતિ, મની લોન્ડ્રીંગ, ચૂંટણી ગોબાચારી જેવા આરોપો લાગી શકે છે. ત્ત્તેમના કામ સાથે સંકળાયેલી કેટલીક અન્ય જાણકારીઓ પણ ધીમે ધીમે માધ્યમોમાં સામે આવી રહી છે.

જોકે ટ્રમ્પ સામેના આરોપો અહીં સુધી જ મર્યાદિત નથી. અમેરિકી મીડિયા રોપોર્ટ્સ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પને ભારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. જેમાં મોટા પાયે અંગત દેવુ અને તેમના વ્યાપારને પણ ફટકો પડી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ પ્રમાણે આગામી 4 વર્ષમાં ટ્રમ્પને 30 કરોડ ડોલરથી પણ વધારેનું દેવુ ચુકવવાનું છે. તે પણ ત્યારે જ્યારે તેમના અંગત રોકાણ ખાસ સારી સ્થિતિમાં નથી.

ડૉનાલ્ડ ટ્રમ્પના ટીકાકારો કહે છે કે, ટ્રમ્પનુ સત્તામાં રહેવું તેમની કાયદાકીય અને આર્થિક મુશ્કેલીઓમાં તેમનું રક્ષાકવચ બની ગયા હતાં. પરંતુ આ રક્ષા કવચ હટતાની સાથે જ તેમની મુશ્કેલીઓ વધી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રંમ્પનો દાવો છે કે, તે પોતાના દુશ્મનોના ષડયંત્રનો શિકાર થયા છે. તેમના પર ખોટા આરોપો લાગી રહ્યાં છે કે તેમને રાષ્ટ્રપતિ બન્યા પહેલા અને પદ પર રહેતા પણ ગુનાઓ કર્યા છે. ટ્રમ્પે તેમના પર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા હતાં.

આ વર્ષની શરૂઆતમાં તેમના પર ચલાવવામાં આવેલા મહાભિયોગમાંથી તો તેઓ સફળતાપૂર્વક બહાર આવી ગયા પણ આ તમામ તપાસ અને પ્રક્રિયા રાષ્ટ્રપતિના અભિયોગથી મળેલી સુરક્ષા દરમિયાન થઈ હતી. ન્યાય વિભાગ વારંવાર એ કહેતુ રહ્યું  કે, રાષ્ટ્રપતિ વિરૂદ્ધ પદ પર રહેતા ગુનાહિત કેસ ચલાવી ના શકાય. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીને આધાર બનાવી શકાય છે.

બેનેટ ગર્શમેને કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે, તેમના પર મતદાતા ગેરરીતિનો આરોપ લગાવી શકાય છે કારણ કે મેનહટ્ટન માટે અમેરિકી એટર્નીએ ટ્રમ્પને માઈકલ કોહેન સાથે ષડયંત્રમાં સહયોગી ગણાવ્યા હતાં. નિષ્ણાંતો ટ્રમ્પના પૂર્વ વકીલ માઈલક કોહેન વિરૂદ્ધ થયેલી તપાસની પણ યાદ અપાવે છે. વર્ષ 2018માં માઈકલ કોહેનને ચૂંટણી ગેરરીતિ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. તેમના પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કરનારી પોર્ન સ્ટાર સ્ટૉર્મા ડેનિયલ્સને 2016ની ચૂંટણીમાં પૈસા આપવાનો આરોપ લાગ્યો હતો.

કોહેનની ત્પાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદના એક ઉમેદવાર ગુનાહિત ગતિવિધિઓ સાથે કથિત રીતે સંકળાયેલા હતાં. અમેરિકી મીડિયાએ આ ઉમેદવારને ડૉનાલ્ડ ટ્રમ્પના નામ સાથે જોડ્યા હતાં. તેવી જ રીતે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાએ હસ્તક્ષેપ કર્યો હોવાનો પણ ગંભીર આરોપ ટ્રમ્પ પર લાગેલો છે. આમ પરાજયની સાથો સાથ ટ્રમ્પ માટે આવનાર સમય મુશ્કેલી ભર્યો હોઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post