• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું, ‘કોરોનાની સારવાર માટે બ્લીચના ઈન્જેક્શન મારો’, નિષ્ણાતો બોલ્યા, ‘આવું ન કરશો, જીવ જઈ શકે છે’
post

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે શોધમાં જાણ થઇ છે કે સૂર્યપ્રકાશ અને ગરમીથી કોરોના વાઇરસનો ખાત્મો કરી શકાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 09:46:05

વોશિંગ્ટન: દુનિયાભરના મેડિકલ સમુદાયે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના એ નિવેદનની આકરી ટીકા કરી હતી જેમાં તેમણે કહ્યું કે કોરોના વાઈરસની સારવાર માટે દર્દીઓને બ્લીચના ઈન્જેક્શન મારી દેવા જોઈએ. એ જોવાની મજા પડશે કે તેનાથી તે સાજા થઇ શકે છે. ગુરુવારે રાત્રે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ફેફસાંમાં ડિસઇન્ફેક્ટન્ટ મોકલવાથી કોરોનાને નષ્ટ કરી શકાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે શોધમાં જાણ થઇ છે કે સૂર્યપ્રકાશ અને ગરમીથી કોરોના વાઇરસનો ખાત્મો કરી શકાય છે. એટલા માટે તમારા શરીર પર અલ્ટ્રા વાયોલેટ કિરણોનું રેડિયેશન લો.

ટ્રમ્પના સૂચન બેજવાબદાર અને ઘાતકઃ નિષ્ણાત
તે પછી અમેરિકાના અનેક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પનાં સૂચન બેજવાબદાર અને ઘાતક છે. સૂચનો પર અમલ કરવાથી મૃત્યુ થઈ શકે છે. પલ્મોનોલોજિસ્ટ ડૉ. વિન ગુપ્તાએ ચેતવણી આપી કે ટ્રમ્પના આઈડિયા પર અમલ ન કરતા. કોઈ પણ પ્રકારની ક્લીન્ઝિંગ પ્રોડક્ટનું ઈન્જેક્શન લગાવવા કે તેનું સેવન ઘાતક સાબિત થશે. એટલું જ નહીં થોડીક માત્રામાં પણ તે શરીરમાં પ્રવેશતા વોમિટ, ડાયેરિયા, ઉબકા આવવા, ચક્કર, હૃદયની ગતિ મંદ થવી, ડિહાઇડ્રેશન જેવાં લક્ષણો દેખાઇ શકે છે. જો કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને ટ્રમ્પને સલાહ આપી હતી કે તે આવા ખોટાં સિદ્ધાંતો બતાવવાના બદલે પીપીઈ કિટ બનાવવા તથા ટેસ્ટિંગ કરવા પર ફોકસ કરે. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમે કોરોનાની વેક્સિન બનાવવાની અણીએ છીએ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post