• Home
  • News
  • તૂર્કીએ ઇરાનને પાછળ છોડ્યું, 24 કલાકમાં કોરોનાના કેસમાં 3,783નો વધારો નોંધાયો
post

તૂર્કીમાં 82 હજારથી વધુ કેસ જ્યારે ઇરાનમાં 80 હજાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 09:39:32

ઇસ્તમ્બુલ: કોરોનાના કેસની સંખ્યા મામલે મધ્ય એશિયામાં તૂર્કીએ ઇરાનને પાછળ છોડી દીધું છે. તૂર્કીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 82,329 થઇ ચૂકી છે. તૂર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફહાર્ટિન કોકાએ કહ્યું કે મધ્ય-પૂર્વમાં કોરોનાના કેસ બાબતે અમે પહેલી વાર પડોશી દેશ ઇરાનથી આગળ નીકળ્યા છીએ. ઇસ્તંબુલમાં છેલ્લા 24 કલાકમાં 3,783 કેસ વધ્યા છે અને 121 દર્દીના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 1,890 થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 10,453 દર્દી સાજા થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 40,520 લોકોના ટેસ્ટિંગ થયા. અહીં 31 શહેરમાં લૉકડાઉન વધુ 15 દિવસ લંબાવાયું છે.

ઇરાનમાં છેલ્લા 24 કલાકમાં 73 લોકોના મોત
ઇરાન હાલ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. ત્યાં 24 કલાકમાં 73 લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં 80 હજારથી વધુ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. કુલ કેસ 80,868 થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા કિનુશ જહાનપુરે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 73 મોત થઇ ચૂક્યા છે, જે સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 5,301 થયો છે.

41 આફ્રિકન દેશ પાસે 2 હજારથી પણ ઓછા વેન્ટિલેટર, 5 હજારથી ઓછા આઇસીયુ બેડ
આફ્રિકન દ્વીપસમૂહ પર હવે કોરોનાનું સંકટ ઘેરાવા લાગ્યું છે. અહીં સૌથી મોટી ચિંતા એ છે કે કોરોના સામે લડવા માટે સારવારની સુવિધા નથી. 41 આફ્રિકન દેશમાં 2 હજારથી પણ ઓછા વેન્ટિલેટર છે. 10 દેશ પાસે તો એક પણ નથી. 1.10 લાખની વસતીવાળા સુદાનમાં 5 ઉપરાષ્ટ્રપતિ છે જ્યારે કુલ વેન્ટિલેટર માત્ર 4 છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક પાસે 50 લાખની વસતી માટે 3 વેન્ટિલેટર છે. લાઇબેરિયામાં 6 વેન્ટિલેટર છે, જેમાંથી એક અમેરિકી દૂતાવાસ માટે રિઝર્વ છે. 2 હજારથી પણ ઓછા વેન્ટિલેટર પર સરકારી હોસ્પિટલોમાં કરોડો લોકોની સારવારની જવાબદારી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post