• Home
  • News
  • પાલનપુરની બે છાત્રાએ જીવ બચાવે તેવું ઇનોવેટિવ ડિવાઇસ બનાવ્યું, ઇમરજન્સીમાં ઓટોમેટિક બારી ખુલશે અને લપસણી બહાર આવશે
post

રૂમમાં આગ લાગે કે ભૂકંપ આવે ત્યારે ઓટોમેટિક રૂમમાં સાયરન વાગી ઇમર્જન્સી બારીથી લપસણી ખૂલી જાય

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-10 13:59:54

ગુજરાત સહિત દેશભરમાં વર્ષ દરમિયાન આગ લાગવાની અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવી ઘટનાઓમાં લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય એ માટે બનાસકાંઠા જિલ્લાની બે છાત્રાએ એક ઓટોમેટિક ડિવાઇસ તૈયાર કર્યું છે, જેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભૂકંપ આવે કે આગ લાગે ત્યારે બિલ્ડિંગમાં ઓટોમેટિક બારી ખૂલી જાય અને લપસણી તૈયાર થઈ જાય, એટલે લોકો એમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી શકે એ માટેનું ડિવાઇસ તૈયાર કર્યું છે.

સુરતના તક્ષશિલામાં બનેલી આગની ઘટનામાં અનેક નાના માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. જોકે ત્યાર બાદ પણ આવી અનેક ઘટનાઓ દેશભરમાં બનતી રહી હતી. ક્યારે આવી ઘટનાઓમાં લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય એ માટે પાલનપુરની કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓના મગજમાં એક વિચાર આવ્યો. બસ, ત્યારથી આ બંને વિદ્યાર્થિનીએ આ વિચારને સાર્થક કરવાનું કામ કરવાનું શરૂ કર્યું.

પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતી હિરલ ગઢવી અને શિવાની ચૌધરી નાનપણથી જ કંઈક અલગ વિચારવાનું અને કંઈક અલગ જ કામ કરવાનો શોખ ધરાવે છે, જેમાં તેમણે અત્યારે એક ઇનોવેશન તૈયાર કર્યું છે, જેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભૂકંપ કે આગ લાગે તો તરત સાયરન વાગી લોકોને અલર્ટ કરે અને ઇમર્જન્સી બારી ખૂલી જાય અને લપસણી તૈયાર થઈ જાય અને તેના દ્વારા વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય. બીજી તરફ ઘટના બનતાંની સાથે જ ડિવાઇસના માધ્યમથી જિલ્લામાં ઇમર્જન્સી વિભાજને મેસેજ દ્વારા અલર્ટ કરવામાં આવે.

પ્રોજેક્ટને ગવર્નમેન્ટ સ્કીમ SSP અંતર્ગત પ્રોડક્ટમાં રૂપાંતર કરવામાં આવશે. આ અંગે હિરલ ગઢવીએ જણાવ્યું હતું કે અત્યારે આ મોડેલ પ્રોજેકટ માટે બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને ગવર્નમેન્ટ સ્કીમ SSP અંતર્ગત પ્રોડક્ટમાં રૂપાંતર કરવામાં આવશે. આ ડિવાઇસમાં પ્રોજેક્ટમાં અલગ અલગ પ્રકારનાં સાધનો વાપરવામાં આવ્યાં છે, જેવા કે માઈક્રોકન્ટ્રોલ બોડ, વીજ પુરવઠો વોલ્ટ, કંપન સેન્સર, ફાયર સેન્સર, જમ્પ વાયર અને જિલ્લામાં ઇમર્જન્સી વિભાગ માટે સિમકાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડિવાઈસ તૈયાર કરતાં એક વર્ષ જેટલો સમય લાગ્યો છે. હિરલ ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આ ડિવાઈસ તૈયાર કરતાં એક વર્ષ જેટલો સમય લાગ્યો છે અને તેમ ઘણીવાર ફેલ થયા હતા, પણ તેમણે હાર માન્યા વગર આના માટે વધુ ને વધુ વિચારતાં ગયાં અને કામ કરતાં ગયાં તથા આખરે હવે સફળતા મળી. ત્યારે હવે આગામી સમયમાં આ ડિવાઇસને સરકારી એપ્રૂવલ મળી જાય અને બહુમાળી બિલ્ડિંગમાં લગાવવામાં આવશે તો કદાચ આવનારા સમયમાં મોટી હોનારતમાં અનેક લોકોના જીવ બચાવી શકાશે.

adv

Related News

post
post
post
post
post
post
post