• Home
  • News
  • અમેરિકા ભારતને હારપૂન એન્ટી શીપ મિસાઈલ અને ટોરપીડો આપશે, કિંમત 11 અબજ 80 કરોડ રૂપિયા
post

હારપૂન મિસાઈલની કિંમત લગભગ 7 અબજ અને લાઈટવેટ ટોરપીડો લગભગ 4 અબજ 80 કરોડ રૂપિયાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 10:09:42

વોશિંગ્ટન: અમેરિકન સરકારે હારપૂન એન્ટી શીપ મિસાઈલ અને ટોરપીડોને ભારતને વેચવાની મંજૂરી આપી દીધી છે. જેની કિંમત લગભગ 11 અબજ 80 કરોડ 59 લાખ 60 હજાર 500 રૂપિયા હશે. ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સીએ બે અલગ અલગ રિલીઝમાં માહિતી આપી કે સ્ટેટ ડિપાર્ટમેન્ટે હારપૂન મિસાઈલ સહિત અન્ય સૈન્ય ઉપકરણોને ભારતને વેચવાની મંજૂરી આપી દીધી છે. 

હારપૂન એન્ટી શીપ મિસાઈલની કિંમત લગભગ 7 અબજ રૂપિયા છે. જ્યારે લાઈટવેટ ટોરપીડો અને ત્રણ એમકે 54 એક્સરસાઈ ટોરપીડો સાથે સંબંધિત ઉપકરણોની કિંમત લગભગ 4 અબજ 80 કરોડ રૂપિયા છે. હારપૂન મિસાઈલ એન્ટી શીપ મિસાઈલ છે જ્યારે ટોરપીડોને P-8આઈ વિમાનોથી ટાર્ગેટ કરવામાં આવી શકે છે. જેનો ઉપયોગ સમુદ્રી સુરક્ષામાં કારગર સાબિત થઈ શકે છે.


અમેરિકન સરકાર અને કંપની એન્જિનીયરિંગ સહાયતા પણ આપશે 
ડીએસસીએ મંગળવારે એક નિવેદનમાં ડીલ સંબંધિત પ્રમાણપત્ર જાહેર કરીને કોંગ્રેસને આ અંગેની માહિતી આપી હતી. ડીએસસીએના જણાવ્યા પ્રમાણે, હબારપૂન એર લોન્ચ મિસાઈલ સાથે કન્ટેનર સ્પેર પાર્ટ, ઈન્સ્ટ્રુમેન્ટ, ટેકનીક જાણકારી સાથે જોડાયેલા દસ્તાવેજ ટ્રેનિંગ ઈક્વિપમેન્ટ અને સ્પેસિલાઈઝ્ડ અસાઈનમેન્ટ, એરલિફ્ટ મિશન સામેલ છે. અમેરિકન સરકાર અને કંપનીના કોન્ટ્રાક્ટર, એન્જિનીંયરીંગ અને અન્ય સહાયતા પણ ઉલબ્ધ કરાવશે. 


ભારતે હારપૂન અને ટોરપીડો સાથે આની પણ માંગ કરી હતી
ડીએસસીએ મંગળવારે એક નિવેદનમાં ડીલ સંબંધિત પ્રમાણપત્રોને જાહેર કરીને કોંગ્રેસને માહિતી આપી હતી. ટોરપીડોના વેચાણ વિશે ડીએસસીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે 16 એમકે 54 ઓલ અપ રાઉન્ડ લાઈટવેટ ટોરપીડો અને ત્રણ એમકે 54 એક્સરસાઈઝ ટોરપીડો કિટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે જ એમકે 54 સ્પેર પાર્ટ્સ, બે ટારપીડો કન્ટેનર ફ્યૂલ ટેન્ક, ફિક્સ્ડ વિંગ અને એર લોન્ચ માટે જરૂરી ઉપકરણોની પણ માંગ કરી હતી. 

 મિસાઈલ પી-81 વિમાનોથી છોડી શકાશે 
ડીએસસીએના જણાવ્યા પ્રમાણે, હારપૂન એર લોન્ચ મિસાઈલ સાથે કન્ટેનર, સ્પેર પાર્ટ, ઈન્સ્ટ્રુમેન્ટ ટેકનીકલ માહિતી સાથે જોડાયેલા દસ્તાવેજ, ટ્રેનિંગ ઈક્વિપમેન્ટ અને સ્પેસિલાઈઝ્ડ, એન્જિનીયરીંગ અને બીજી અન્ય સહાયતા પણ ઉપલ્બધ કરાવશે. હારપૂન મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ અમેરિકા અને તેના સહયોગી સમુદ્રી સીમાઓની રક્ષા માટે કરે છે. આ સપાટીથી સપાટી પર માર કરનારી મિસાઈલ પી-81 વિમાનથી છોડવામાં આવે છે. 

                                              
ભારત વર્તમાન અને ભવિષ્યના જોખમ સામે પણ લડી શકશે
 
ડીલ વિશે ડીએસસીએ જણાવ્યું કે, હારપૂન અને ટોરપીડો મિસાઈલની મદદથી ભારત વર્તમાન અને ભવિષ્યના જોખમ વિશે પોતાના સુરક્ષા ક્ષમતાઓ વધારી શકશે. હથિયારોના વેચાણથી ક્ષેત્રિય અસંતુલન વિશે એજન્સીએ જણાવ્યું કે, કોઈ પ્રકારનું ક્ષેત્રીય સંતુલન નહીં બગડે. આ ડીલ અમેરિકા સામરિક સંબંધોને મજબૂત કરશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post