• Home
  • News
  • 6 વર્ષની નવ્યાનાં ઘરે કેક અને ગિફ્ટ લઇ જઈને પોલીસે બર્થડે સરપ્રાઈઝ આપી
post

કુલ 6 પોલીસ અધિકારીઓએ નવ્યાના ઘરે જઈને તેનો જન્મદિવસ વધારે યાદગાર બનાવી દીધો.

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 10:16:06

બાગપત: કોરોના વાઈરસથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસ આ દરમિયાન ઘરે રહેલા લોકોને જન્મદિવસે બર્થડે સરપ્રાઈઝ આપી રહી છે. ઉત્તર પ્રદેશના બાગપત શહેરમાં રહેતી 6 વર્ષની નવ્યાને પોલીસે જિંદગીભર યાદ રહે તેવી સરપ્રાઈઝ આપી. પોલીસ જીપને ફુગ્ગાથી સજાવીને કેક લઇને આ બર્થડે ગર્લના ઘરે પહોચી. 

નવ્યાનો જન્મદિવસ દર વર્ષે તેના પરિવારજનો ઉજવે છે. આ વર્ષે લોકડાઉનને લીધે જન્મદિવસ સેલિબ્રેટ કરવો શક્ય નહોતું. આથી તેના પિતાએ ઇન્સ્પેકટર અજય શર્માને ફોન કરીને કેક ખરીદવા માટે પરવાનગી માગી હતી. પોલીસે ના પાડી દેતા આખો પરિવાર ઉદાસ થઇ ગયો. થોડા સમય પછી પોલીસની ફુગ્ગાથી સજાવેલી ગાડીઓ લઇને કાવ્યાના ઘરે પહોચી અને હેપ્પી બર્થડે સોંગ ગાયું. ત્યારબાદ તેની પાસે કેક પણ કાપી.કુલ 6 પોલીસ અધિકારીઓએ નવ્યાના ઘરે જઈને તેનો જન્મદિવસ વધારે યાદગાર બનાવી દીધો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post