• Home
  • News
  • VIDEO : બાય બાય રોહિત... સસ્તામાં આઉટ થયેલા ભારતીય કેપ્ટનની ઈંગ્લેન્ડ બાર્મી આર્મીએ ઉડાવી મજાક
post

રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને મોટી જીત મળી જ્યારે જયસ્વાલની બીજી સદીના કારણે ભારતે ઈંગ્લેન્ડને રેકોર્ડ 434 રનથી હરાવી દીધુ.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-24 20:36:16

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા છઠ્ઠી વખત મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ થઈ ગયા. રાંચીમાં ચોથી ટેસ્ટની પહેલી ઈનિંગમાં તે 9 બોલ પર 2 જ રન બનાવી શક્યા. રોહિતને ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને આઉટ કર્યા. તેમના બોલને રોહિત સમજી શક્યા નહોતા. રોહિતના આઉટ થયા બાદ ઈંગ્લિંશ ચાહકે 'બાય બાય રોહિત' ગીત ગાયુ.

રોહિત માટે ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ હજુ એટલી ખાસ ગઈ નથી. માત્ર એક ઈનિંગને છોડી દેવામાં આવે તો તે અત્યાર સુધી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.

પહેલી ટેસ્ટ - 24 અને 39

બીજી ટેસ્ટ - 14 અને 13

ત્રીજી ટેસ્ટ - 131 અને 19

ચોથી ટેસ્ટ - 2 (પહેલી ઈનિંગ) 

છેલ્લા 5 વર્ષમાં ટેસ્ટ દરમિયાન રોહિત

વર્ષ 2019- ટેસ્ટ 5, રન 556

વર્ષ 2021- ટેસ્ટ 11, રન 906

વર્ષ 2022- ટેસ્ટ 2, રન 90

વર્ષ 2023- ટેસ્ટ 8, રન 545

વર્ષ 2024- ટેસ્ટ 5, રન 297

ઈંગ્લેન્ડે જો રૂટના 122 રનના કારણે બીજા દિવસે પોતાની પહેલી ઈનિંગ 353 રન બનાવીને ઝડપથી સમાપ્ત કરી લીધી. જવાબમાં લંચ સમયે ભારતનો સ્કોર 10 ઓવરમાં 34-1 હતો. ઈન-ફોર્મ બેટ્સમેન યશસ્વી જયસવાલ (27) અને શુભમન ગિલ (4) ક્રીજ પર હતા. 

ભારતીય ટીમ હાલ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1 થી આગળ ચાલી રહ્યા છે. ભારતીય ટીમે હૈદરાબાદમાં રમેલી પહેલી ટેસ્ટ 28 રનથી ગુમાવી દીધી હતી પરંતુ જે બાદ વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ દરમિયાન વાપસી કરતા 106 રનથી જીત મેળવી. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને મોટી જીત મળી જ્યારે જયસ્વાલની બીજી સદીના કારણે ભારતે ઈંગ્લેન્ડને રેકોર્ડ 434 રનથી હરાવી દીધુ.


adv

Related News

post
post
post
post
post
post
post